ગુજરાત: હેલમેટ મામલે હાઇકોર્ટમાં સરકારે બદલ્યા સુર, કહ્યું હેલ્મેટ ફરજીયાત

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાત સરકાર દ્વારા હાઇકોર્ટમાં હેલમેટ મુદ્દે એફીડેવિટ દાખલ કરવામાં આવી હતી. એક કેસની સુનાવણીમાં સરકાર પાસે હેલમેટ મરજીયાત કરવા મુદ્દે જવાબ માંગવામાં આવ્યો હતો. જેનાં જવાબમાં ગુજરાત સરકારે જણાવ્યું કે, શહેરી વિસ્તારમાં હેલમેટ મરજીયાત કરવા માટે એક મૌખીક સુચના આપવામાં આવી હતી. આ મુદ્દે કોઇ પરિપત્ર કરવામાં આવ્યો નથી. હેલમેટ ફરજીયાત જ છે
 
ગુજરાત: હેલમેટ મામલે હાઇકોર્ટમાં સરકારે બદલ્યા સુર, કહ્યું હેલ્મેટ ફરજીયાત

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાત સરકાર દ્વારા હાઇકોર્ટમાં હેલમેટ મુદ્દે એફીડેવિટ દાખલ કરવામાં આવી હતી. એક કેસની સુનાવણીમાં સરકાર પાસે હેલમેટ મરજીયાત કરવા મુદ્દે જવાબ માંગવામાં આવ્યો હતો. જેનાં જવાબમાં ગુજરાત સરકારે જણાવ્યું કે, શહેરી વિસ્તારમાં હેલમેટ મરજીયાત કરવા માટે એક મૌખીક સુચના આપવામાં આવી હતી. આ મુદ્દે કોઇ પરિપત્ર કરવામાં આવ્યો નથી. હેલમેટ ફરજીયાત જ છે અને સુપ્રીમ કોર્ટની ગાઇડ લાઇન અનુસરવા માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

ગુજરાત સરકારના વાહન વ્યવહાર મંત્રી આર.સી ફળદુએ અગાઉ મૌખિક રીતે શહેરી વિસ્તારમાં હેલમેટ મરજીયાત કર્યુ હતુ. જોકે હાઇકોર્ટમાં એક કેસની સુનાવણીમાં સરકાર દ્રારા હેલમેટને લઇ જે જવાબ રજૂ કરવામાં આવ્યો તે ચોંકાવનારો છે. સરકારે જણાવ્યુ હતુ કે, શહેરી વિસ્તારમાં હેલમેટ મરજીયાત કરવા માટે એક મૌખીક સુચના આપવામાં આવી હતી. આ મુદ્દે કોઇ પરિપત્ર કરવામાં આવ્યો નથી. હેલમેટ ફરજીયાત જ છે અને સુપ્રીમ કોર્ટની ગાઇડ લાઇન અનુસરવા માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે. ટુંક સમયમાં તેનો અમલ પણ ચાલુ કરવામાં આવશે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, એક હેલમેટ મરજીયાત કરવાનું દબાણ સરકાર પર કરનારા ગુજરાતીઓ માટે માઠા સમાચાર છે. હવે ગુજરાતી બાઇક ચલાવનારે તો હેલમેટ ફરજીયાત પહેરવું પડશે પરંતુ સાથે સાથે પાછળ બેઠેલી વ્યક્તિએ પણ ફરજીયાત પણ હેલમેટ પહેરવું પડશે. જેથી હવે એક હેલમેટ ક્યાં સાચવવું તેવો કકળાટ કરનારા બે હેલમેટ લઇને ફરવું પડશે.