ગુજરાત: પરિક્ષામાં અપમાનજનક શબ્દથી ગુરુબ્રાહ્મણ સમાજ લાલઘૂમ,આવેદનપત્રો અપાયા

અટલ સમાચાર, ,વડગામ, રાજકોટ (પ્રિયકાન્ત શ્રીમાળી, જગદીશ શ્રીમાળી) પાલનપુર, રાજકોટ અને ભાવનગર માં ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. ગુરુ બ્રાહ્મણ સમાજ માટે સરકાર દ્વારા સન્માન જનક શબ્દ અપાયેલ હોવા છતાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં જ લેવાયેલ પરીક્ષામાં પ્રતિબંધિત શબ્દ વાપરીને સમગ્ર ગુરુ બ્રાહ્મણ સમાજ ને અપમાનિત કરેલ હોય જેથી જવાબદાર કર્મચારી સામે
 
ગુજરાત: પરિક્ષામાં અપમાનજનક શબ્દથી ગુરુબ્રાહ્મણ સમાજ લાલઘૂમ,આવેદનપત્રો અપાયા

અટલ સમાચાર, ,વડગામ, રાજકોટ (પ્રિયકાન્ત શ્રીમાળી, જગદીશ શ્રીમાળી)

પાલનપુર, રાજકોટ અને ભાવનગર માં ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.

ગુરુ બ્રાહ્મણ સમાજ માટે સરકાર દ્વારા સન્માન જનક શબ્દ અપાયેલ હોવા છતાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં જ લેવાયેલ પરીક્ષામાં પ્રતિબંધિત શબ્દ વાપરીને સમગ્ર ગુરુ બ્રાહ્મણ સમાજ ને અપમાનિત કરેલ હોય જેથી જવાબદાર કર્મચારી સામે કડક પગલાં લેવા ગુરુ બ્રાહ્મણ સમાજ બનાસકાંઠા અને રાજકોટ દ્વારા કલેકટરોને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.

ગુરુ બ્રાહ્મણ સમાજ બનાસકાંઠા અને રાજકોટ દ્વારા જણાવાયું છે કે તા ૩૦/૬/૨૦૧૯ ના રોજ ગુજરાત જાહેર આયોગ સેવા દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર ની પરીક્ષા લેવામાં આવી હતી. જે પરીક્ષાના પ્રશ્ન પુસ્તીકા માં નં સી માં ક્રમાંક ૧૩૪ ઉપર જે પ્રશ્ન પુછવામાં આવ્યો છે તેના જવાબ ના ઓપ્સન (બી) માં ગુરુ બ્રાહ્મણ સમાજ અપમાનિત થાય તેવા શબ્દનો ઉપયોગ કરી ને સમગ્ર સમાજ ને અપમાનિત કરેલ છે. જેને લઈને સમગ્ર ગુજરાત માં વસવાટ કરતા ગુરુ બ્રાહ્મણ સમાજ ના લોકોમાં ઠેસ પહોંચવા પામી છે અને પેપર કાઢનાર જવાબદાર સામે રોષ પ્રગટ થવા પામ્યો છે.

ગુજરાત: પરિક્ષામાં અપમાનજનક શબ્દથી ગુરુબ્રાહ્મણ સમાજ લાલઘૂમ,આવેદનપત્રો અપાયા

ગુજરાત: પરિક્ષામાં અપમાનજનક શબ્દથી ગુરુબ્રાહ્મણ સમાજ લાલઘૂમ,આવેદનપત્રો અપાયા

આ સમગ્ર બાબતને સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવેલ છે. રાજકોટ,બનાસકાંઠા અને ભાવનગર કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. પેપર કાઢનાર બિન જવાબદાર અધિકારી નું નામ જાહેર કરવા તેમજ તેમની સામે કાયદેસર ના પગલા લઈને ઘટતી કાર્યવાહી કરવામાં આવે તેવી ગુરુ બ્રાહ્મણ સમાજ બનાસકાંઠા દ્વારા માંગ કરવામાં આવી છે.

ગુજરાત: પરિક્ષામાં અપમાનજનક શબ્દથી ગુરુબ્રાહ્મણ સમાજ લાલઘૂમ,આવેદનપત્રો અપાયા
જીપીએસસી ઘ્વારા લેવાયેલ પોલીસ પરિક્ષાનું પેપર

પાલનપુર:

આ પ્રસંગે ગુરુ બ્રાહ્મણ સમાજ બ.કા ના પ્રમુખ અરવિંદભાઈ ચોરાસિયા, મંત્રી મોહનલાલ શ્રીમાળી, જિલ્લા પંચાયત ના પૂર્વ સદસ્ય બાલકૃષ્ણ જીરાલા,અમીચંદભાઇ શ્રીમાળી,વી.ડી.શર્મા, ચંપકલાલ શ્રીમાળી, સતીષભાઈ જોષી સહિત મોટી સંખ્યામાં ગુરુ બ્રાહ્મણ સમાજ ના લોકો હાજર રહી ને આવેદન અપાયું હતું.

રાજકોટ :

GPSC પરિક્ષા માં ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ ની લાગણી દુભાઈ હોવાથી રાજકોટ જિલ્લા ઘટક દ્વારા જી પી એસ સીના ચેરમેન તેમજ માનનીય મુખ્યમંત્રીશ્ને રજુઆત કરવામાં આવે તેવું આવેદનપત્ર આજરોજ રાજકોટ જિલ્લા કલેકટરને ગુરુ બ્રાહ્મણ સમાજ રાજકોટ જિલ્લા ઘટક પરિવાર દ્વારા આપવામાં આવ્યું હતું. જેમાં મનોજભાઈ ગેડીયા, શૈલેષભાઈ ગેડીયા,હરેશભાઈ ચૌહાણ, ભાવેશભાઈ વ્યાસ,દેવજી દાદા, હરેશભાઈ જોષી , ભરતભાઈ રત્નોતર,કિરીટભાઈ શ્રીમાળી,એડવોકેટ ધમલ ભાઈ ,મનોજભાઈ શુકલ, મહેશભાઈ ચૌહાણ, રાજુભાઈ રતનોતર તેમજ પ્રદીપભાઈ ગેડીયા ની ઉપસ્થિતિમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

મુખ્યમત્રી વિજય રૂપાણીએ માનવાચક શબ્દ આપેલ હોવા છતાં કેમ આવી ભૂલ થાય ?

ગુજરાત: પરિક્ષામાં અપમાનજનક શબ્દથી ગુરુબ્રાહ્મણ સમાજ લાલઘૂમ,આવેદનપત્રો અપાયા

ગુજરાત: પરિક્ષામાં અપમાનજનક શબ્દથી ગુરુબ્રાહ્મણ સમાજ લાલઘૂમ,આવેદનપત્રો અપાયા

મુખ્યમંત્રી વીજયભાઈ રૂપાણી દ્વારા સમાજને સન્માનિત કરીને” ગુરુ બ્રાહ્મણ” શબ્દ આપીને ગુજરાત સરકારના સામાજિક અને ન્યાય અને અધિકારીતા વિભાગના પરિપત્ર ક્રમાંક અહલ ૧૨૨૦૧૩/૭૧૪૩૩૦૮/ હ તા ૨/૨/૨૦૧૭ તથા તા ૧૦/૨/૨૦૧૭ ના પરિપત્ર થી ગુરુ બ્રાહ્મણ શબ્દ પ્રયોજવા હૂકમ થયેલ છે. તેમ છતાં પણ એક જવાબદાર અધિકારી દ્વારા ગુરુ બ્રાહ્મણ સમાજ ને અપમાનિત કરાય તેવા વિવાદાસ્પદ શબ્દ નો ઉપયોગ કરાતાં લોકો માં રોષ ભભુકી ઉઠયો છે.

ગુજરાત: પરિક્ષામાં અપમાનજનક શબ્દથી ગુરુબ્રાહ્મણ સમાજ લાલઘૂમ,આવેદનપત્રો અપાયા

તમામ જિલ્લા ની ટીમો ને આવેદનપત્ર આપવા સૂચના આપી દેવાઈ છે : જે. વી. શ્રીમાળી, પ્રદેશ પ્રમુખ

સમગ્ર મામલે ગુજરાત ગુરૂ બ્રાહ્મણ સમાજના ગુજરાત પ્રદેશ પ્રમુખ જે. વી. શ્રીમાળી એ જણાવ્યું હતું કે GPSC પરિક્ષા માં જવાબદાર અધિકારી દ્વારા સરકારના પરિપત્ર નુ ઉલ્લંઘન કર્યું છે. તેમની સામે કાયદેસર ની કાર્યવાહી કરવા માટે પ્રદેશ કક્ષા એ થી રાજ્યના તમામ જિલ્લાની ટીમોને કલેકટરને આવેદનપત્ર આપવા સૂચના આપી દેવાઈ છે. આગામી દિવસો એ અમો મુખ્યમંત્રી અને GPSC ના ચેરમેન ને આવેદનપત્ર આપવામાં આવશે.