આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

હાલ રાજ્યમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે. ત્યારે આવતીકાલ એટલે કે બુધવારે હનુમાન જયંતિનું પવિત્ર પર્વ છે. ત્યારે કોરોના વાયરસ અને લૉકડાઉનને ધ્યાનમાં લઈને શ્રી કષ્ટભંજનદેવ હનુમાન મંદિર સાળંગપુર દ્વારા સૌ ભક્તજનોને ખાસ અપીલ કરવામાં આવી છે કે, ‘આ વર્ષે સૌ ભક્તો ઘરેથી જ દાદાનું પૂજન કરે’. મંદિરના હરિપ્રકાશદાસજી સ્વામીએ ભક્તોને આ અપીલ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કષ્ટભંજનદેવ હનુમાન મંદિર ખાતે દર વર્ષે હનુમાન જયંતિના દિવસે હજારો લોકો પૂજા-અર્ચના માટે આવતા હોય છે. મંદિર દ્વારા ધામધુમથી હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આ વર્ષે કોરોના વાયરસના કહેર વચ્ચે મંદિરે સૌ ભક્તજનોને અપીલ કરી છે કે તમામ લોકો ઘરે રહીને હનુમાન દાદાનું પૂજન કરે. મંદિરના શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીએ લોકોને ઘરમાં રહીને પૂજા કરવાની અપીલ કરી છે.

સાળંગપુર તરફથી સૌ ભક્તોને નમ્ર અપીલ કરાઈ કે તેઓ ઘરે જ રહે અને આ વર્ષે દાદાનો જન્મ દિવસ ઉજવે. કોરોના વાયરસને પ્રસરતો અટકાવવા સરકારના આદેશ મુજબ ભક્ત કે નાગરિકોને મંદિરમાં પ્રવેશ નિષેધ કરાયો છે. મંદિરમાં દર વર્ષની જેમ જ પૂજન, અભિષેક, અન્નકુટ અને મહાઆરતી કરાશે. મંદિરમાં મંગળા આરતી સવારે 6.15 કલાકે કરાશે. ત્યારબાદ શણગાર આરતી 7:00 કલાકે, અભિષેક દર્શન સવારે 9:00, અને અન્નકૂટ દર્શનનો સમય 11 વાગ્યાનો રહેશે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code