આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક 

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની પત્ની કિંજલ પટેલે વધુ એકવાર ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા એક ટ્વીટ કર્યુ હતુ. કિંજલે આજે કરેલ ટ્વીટમાં લખ્યું હતું કે, હાર્દિકે પ્રદેશની 6 કરોડ જનતાને ગાંધી અને સરદારના ગુજરાતને મજબૂત કરવાનું કામ કર્યું છે. ગુજરાતની અસ્મિતા અને જનતાના અસ્તિત્વને બચાવવા માટે હાર્દિક પટેલ લડાઇ લડી રહ્યો છે. આ ગુજરાત જનતાનું છે, ભાજપના બાપની જાગીર નથી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કિંજલે અન્ય એક ટ્વીટમાં 5 ફેબ્રુઆરીએ લખ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષમાં ભાજપાના કહેવા પર ગુજરાત પોલીસે હાર્દિક પર અગણિત કેસ લગાવ્યા. ભાજપાનો ઇરાદો હાર્દિકને સક્રિય રાજનીતિથી દૂર રાખવાનો અને ન્યાયપાલિકાની પ્રક્રિયાથી પરેશાન કરવાનો છે. હાર્દિકની ઉંમર ફક્ત 26 વર્ષ છે. શું શોષિતો માટે લડવું હાર્દિકનો ગુનો છે?

આ પહેલા હાર્દિક પટેલની પત્ની કિંજલ પટેલે પોતાના ફેસબૂક અકાઉન્ટ પર લખ્યું હતું કે, જેટલા નિર્દોષ ભાવથી લોકો માટે કામ કરીએ,એટલી વધુ ગાળો અને અપમાન મળે છે. જો ગાંધીજી જેવા ગાંધીજીને પણ લોકો ગાળો આપતા હોય તો સ્વાભાવિક રીતે હાર્દિક કોઈ મોટી વાત નથી. પરંતુ અત્યારે સમય એવો આવી ગયો છે કે ચૂપ રહેવું પણ સૌથી મોટો ગુનો છે. મેં ઘણીવાર હાર્દિકને કહ્યું કે આ જનતા છે, તમે ગમે એટલું સારું કરશો સમય આવતા જનતા બધું ભૂલી જાય છે. પરંતુ હાર્દિક લડવા માટે, બોલવા માટે અને લોકોનું કંઇક સારું થાય તેવા ભાવથી હંમેશાં કામ કરે છે.

કિંજલે વધુમાં લખ્યું હતું કે, સાડા ચાર વર્ષની લડાઈમાં હાર્દિક ને શું મળ્યું? અમે તો ધારાસભ્ય પણ નથી બન્યા, અમે કરોડપતિ પણ નથી બન્યા. ફક્ત બન્યા છીએ તો તમારા અપમાનના શબ્દો બન્યા છે. જુના બધા કેસોમાં અત્યારે હાર્દિક તથા અમારો પરિવાર ખૂબ પરેશાનીનો સામનો કરી રહ્યો છે. અમે તમને એવું નથી કહેતા કે અમારી સાથે ઉભા રહો કેમ કે જે લોકો માને છે, જે લોકો સમજે છે એવા લાખો લોકો અમારી સાથે છે. એક વાત કહીશ આજે અમે પરેશાનીનો સામનો કરીએ છે, કાલે તમે કરશો અમે મજબૂત છીએ એટલે સહન કરી રહ્યા છીએ તમે કરશો કે નહીં તે સૌથી મોટો ચિંતાનો વિષય છે. પણ એક વાત ચોક્કસ કહીશ કે મરવાનું તો એક વખત છે જ પરંતુ વારંવાર મરી શકે એવો પરિવાર અમારો નથી. મજબૂતીથી લડીશું, રાષ્ટ્રને પ્રેમ કરીએ છે એ અને એટલા માટે અન્યાયની સામે બોલીએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code