ગુજરાતઃ દીપ પ્રાગટ્યથી અંદાજે 1800 મેગાવોટ વીજળીની બચત થઈ

અટલ સમાચાર, ડેસ્ક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને રવિવારે રાત્રે 9 વાગ્યે 9 મિનિટ માટે કોરોના વાયરસની સામે લડત ભાગરૂપે દીપ પ્રગટાવીને એકતા બતાવવા કહ્યું હતું. આ સાથે જ લોકોને ઘરની લાઈટો પણ બંધ કરવા અપીલ કરાઇ હતી. પ્રધાનમંત્રીના આ કોલને ગુજરાતમાં જબરો પ્રતિસાદ સાંપડ્યો હતો. ગુજરાત સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટરના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ
 
ગુજરાતઃ દીપ પ્રાગટ્યથી અંદાજે 1800 મેગાવોટ વીજળીની બચત થઈ

અટલ સમાચાર, ડેસ્ક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને રવિવારે રાત્રે 9 વાગ્યે 9 મિનિટ માટે કોરોના વાયરસની સામે લડત ભાગરૂપે દીપ પ્રગટાવીને એકતા બતાવવા કહ્યું હતું. આ સાથે જ લોકોને ઘરની લાઈટો પણ બંધ કરવા અપીલ કરાઇ હતી. પ્રધાનમંત્રીના આ કોલને ગુજરાતમાં જબરો પ્રતિસાદ સાંપડ્યો હતો. ગુજરાત સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટરના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ સમય દરમિયાન પાવરની લોડ 1800 મેગાવોટ જેટલો નીચો આવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગરમી શરૂ થઈ છે અને રાત્રીના 9 વાગ્યે વીજ માગ વધતી હોય છે. એપ્રિલમાં આ દિવસોમાં સામાન્ય સંજોગોમાં ડિમાન્ડ 8600 મેગાવોટ જેટલી રહેતી હોય છે. તેની સામે આ રવિવારે ડિમાન્ડ રાત્રીના સમયમાં ઘટીને 6800 મેગાવોટ પર આવી હતી. દીપ પ્રાગટ્ય કાર્યક્રમથી ગુજરાતમાં અંદાજે 1800 મેગાવોટ જેટલી વીજળીની બચત થઈ