ગુજરાતઃ ગરમીથી લોકોને બચવા સ્વાસ્થ્ય વિભાગે “ઑરેન્જ ઍલર્ટ” આપ્યું

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતના લોકો કાળઝાળ ગરમીમાં સેકાઈ રહ્યા છે. ગુજરાતમાં અસહ્ય ગરમી વચ્ચે બપોરેના સમયે બજાર-રસ્તા સુમસામ થઈ જાય છે. હિટવેવને પગલે સ્વાસ્થ્ય વિભાગે રાજ્યમાં ‘ઑરેન્જ ઍલર્ટ’ જાહેર કર્યું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી હિટવેવની અસર વર્તાઈ રહી છે. રવિવારે હવામાન વિભાગે રાજ્યમાં 48 કલાક માટે હિટવેવની ચેતવણી જાહેર કરી હતી. આ વખતે 24
 
ગુજરાતઃ ગરમીથી લોકોને બચવા સ્વાસ્થ્ય વિભાગે “ઑરેન્જ ઍલર્ટ” આપ્યું

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતના લોકો કાળઝાળ ગરમીમાં સેકાઈ રહ્યા છે. ગુજરાતમાં અસહ્ય ગરમી વચ્ચે બપોરેના સમયે બજાર-રસ્તા સુમસામ થઈ જાય છે. હિટવેવને પગલે સ્વાસ્થ્ય વિભાગે રાજ્યમાં ‘ઑરેન્જ ઍલર્ટ’ જાહેર કર્યું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી હિટવેવની અસર વર્તાઈ રહી છે. રવિવારે હવામાન વિભાગે રાજ્યમાં 48 કલાક માટે હિટવેવની ચેતવણી જાહેર કરી હતી.

ગુજરાતઃ ગરમીથી લોકોને બચવા સ્વાસ્થ્ય વિભાગે “ઑરેન્જ ઍલર્ટ” આપ્યું
file photo

આ વખતે 24 કલાક દરમિયાન પણ હિટવેવની અસર ચાલુ રહેશે. રાજ્યમાં ગરમી 45 ડિગ્રી સુધી પહોંચી તેવી શક્યતા છે. આગામી 24 કલાક બાદ રાજ્યમાં હિટવેવની અસર ઘટ્યા બાદ રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે. ગુજરાતમાં મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ, દીવ, વેરાવળ, સુરેન્દ્રનગર, વડોદરા, ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં હિટવેવની અસર અનુભવાશે. હિટવેવથી ગુજરાતમાં સરેરાશ 43 થી 45 ડિગ્રી સુધીની ગરમી અનુભવાઈ રહી છે.