આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

છેલ્લા કેટલાક દિવસોથી આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાલ ઉપર ગયા છે. આથી જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા યેનકેન પ્રકારે સેવાઓ ચાલુ રાખવા મથામણ ચાલુ છે. આ તરફ દર્દીઓ પરેશાન થઈ ખાનગી દવાખાને જઇ રહ્યા હોવાથી ઘસારો વધી ગયો છે.

સરકાર અને કર્મચારીઓ વચ્ચે આરોગ્ય સેવાઓ વિલંબમાં જઈ રહી છે. ફાર્માસિસ્ટ, લેબ ટેક્નિશ્યન, વર્કર અને સુપરવાઈઝર સહિતના હજારો કર્મચારીઓ પડતર માંગણીઓ મુદ્દે હડતાલ ઉપર છે. રાજ્ય સરકારે નમતું નહિ જોખતાં જિલ્લા આરોગ્ય તંત્ર માટે દોડધામની સ્થિતિ બની છે. ઉત્તર ગુજરાત સહિતના જિલ્લાઓમાં સરકારી દવાખાના જાણે સૂના બની ગયા છે. જિલ્લા આરોગ્યતંત્રએ ઈમરજન્સી સેવાઓ યથાવત રાખતાં અન્ય સેવાઓ ખોરવાઈ ગઈ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના દર્દીઓ તાલુકા સ્તરે આવેલી રેફરલ હોસ્પિટલ, સીએચસી તરફ તો અનેક ખાનગી દવાખાને જવા મજબુર બન્યા છે. આવી સ્થિતિમાં તાલુકા અને જિલ્લાસ્તરે આવેલા ખાનગી દવાખાના ઉપર ઘસારો વધી ગયો છે.

આ તરફ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા દર્દીઓની થાય તેટલી સેવા કરવાની ગણતરી રાખી રોજિંદા સ્વરૂપે કર્મચારીઓની ગેરહાજરીનો રિપોર્ટ રાજ્ય સરકારને મોકલવામાં આવી રહ્યો છે. આરોગ્ય વિભાગ અને કર્મચારીઓ વચ્ચેના ઘર્ષણથી દર્દીઓને જાણે પડતા ઉપર પાટું જેવો ઘાટ સર્જાયો છે.

લાયકાત વગરના દવા આપતા હોવાના આક્ષેપ

હડતાળ ઉપર ગયેલા કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે કે સરકારે આરોગ્ય સેવાઓ યથાવત રાખવાની મથામણમાં જેને કામ સોંપ્યું છે તેઓ લાયકાત વગરના અને દવાની સમજ વગરનાં છે. આવા વિસ્ફોટક આક્ષેપથી સરકારની કામગીરી સામે આશંકા વધી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code