ગુજરાત: દારૂબંધી હટાવવા થયેલી 6 PIL પર આજથી હાઇકોર્ટમાં સુનાવણી

અટલ સમાચાર,ડેસ્ક ગાંધીના ગુજરાતમાંથી દારૂબંધી હટાવવા કોર્ટમાં 6 જાહેરહિતની અરજી કરવામાં આવી છે. જેને લઇને આજથી કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે. અરજદારોએ કરેલી અરજીમાં રજૂઆત કરી છે કે દારૂબંધીનો કાયદો રાઇટ ટુ પ્રાઇવસી એકટના ભંગ સમાન છે. ગુજરાતમાંથી દારૂબંધી હટાવવા કરાયેલી જાહેરહિતની અરજી પર આજથી કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક
 
ગુજરાત: દારૂબંધી હટાવવા થયેલી 6 PIL પર આજથી હાઇકોર્ટમાં સુનાવણી

અટલ સમાચાર,ડેસ્ક

ગાંધીના ગુજરાતમાંથી દારૂબંધી હટાવવા કોર્ટમાં 6 જાહેરહિતની અરજી કરવામાં આવી છે. જેને લઇને આજથી કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે. અરજદારોએ કરેલી અરજીમાં રજૂઆત કરી છે કે દારૂબંધીનો કાયદો રાઇટ ટુ પ્રાઇવસી એકટના ભંગ સમાન છે. ગુજરાતમાંથી દારૂબંધી હટાવવા કરાયેલી જાહેરહિતની અરજી પર આજથી કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાંથી દારૂબંધી હટાવવા 6 જાહેરહિતની અરજી કરાઇ છે. આ મુદ્દે રાજ્ય સરકાર તેમજ પિટિશનરોએ પોતાના જવાબ રજૂ કરી દીધા છે. કોર્ટમાં જે લોકોએ અરજી કરી છે તેમાંના રાજીવ પટેલ, ડો.મિલિંદ નેને, નિહારિકા જોષી અને મલય પટેલ ઉપરાંત અન્યોએ PIL માં એવો ઉલ્લેખ કર્યો હતો કે, ગુજરાતમાં દારૂબંધનો કાયદો રાઈટ ટુ પ્રાઇવસી એક્ટના ભંગ સમાન છે.

ગુજરાત: દારૂબંધી હટાવવા થયેલી 6 PIL પર આજથી હાઇકોર્ટમાં સુનાવણી

સુપ્રીમ કોર્ટે આપેલા રાઇટ ટુ પ્રાઇવસી હેઠળ ઘરની ચાર દીવાલોની વચ્ચે તેઓ દારૂનું સેવન કરી શકે છે. બંધારણે વ્યકિતને ખાનગીપણાનો, સમાનતાનો અને રહેવાની સ્વાતંત્રતાનો હક આપ્યો છે. એટલે વ્યક્તિએ શું ખાવું અને શું પીવું તેનો પણ હક હોવો જોઈએ. રાજ્યમાંથી દારૂબંધી ઉઠાવવાને લઇને અરજદારોએ રજૂઆતમાં જણાવ્યું છે કે આ સિવાય પણ ફૂડ સેફ્ટી અને ખોરાક તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે જ્યારે તેના ઉપર સરકાર પ્રતિબંધ મૂકી શકે એવી દલીલ અરજદાર દ્વારા રજૂ કરવામાં આવી છે.