ગુજરાત@ગરમી: ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર વર્તાશે

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરોFacebookTwitterPinterestEmailLinkedInWhatsAppઅટલ સમાચાર,મહેસાણા ઉનાળાની શરૂઆતમાં ગરમીએ હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમીના દિવસો આવી ગયા છે. ઉત્તર ગુજરાતના મહેસાણા,બનાસકાંઠા,સાબરકાંઠા અને પાટણમાં હીટવેવની અસર વર્તાઇ શકે છે. ત્યારે ગરમી અંગે હવામાન વિભાગે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપી દીધું છે. શુક્રવારે તાપમાન 43 ડિગ્રી રહેવાની સંભાવના
 
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,મહેસાણા

ઉનાળાની શરૂઆતમાં ગરમીએ હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમીના દિવસો આવી ગયા છે. ઉત્તર ગુજરાતના મહેસાણા,બનાસકાંઠા,સાબરકાંઠા અને પાટણમાં હીટવેવની અસર વર્તાઇ શકે છે. ત્યારે ગરમી અંગે હવામાન વિભાગે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપી દીધું છે. શુક્રવારે તાપમાન 43 ડિગ્રી રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. તેથી જો કામથી બહાર નીકળવાના હોય તો સાચવજો. તો બાકીના દિવસમાં તાપમાન 42 ડીગ્રી રહેશે.

ક્યાં કેટલો ગરમીનો પારો

ડીસા 43.4
અમદાવાદ 43.7
ગાંધીનગર 42.6
વડોદરા 41.2
અમરેલી 43.2
સુરેન્દ્રનગર 43.4
રાજકોટ 42.6
ભાવનગર 40.1
ભૂજ 42.5

ગરમીથી બચવા શું કરવું

હેલ્થ એક્સપર્ટસનું કહેવું છે કે, ગરમીમાં તમામ લોકોએ બહુ જ ધ્યાન રાખવાની જરૂર છે. તરસ ન લાગી હોય તો પણ પુષ્કળ માત્રામાં પાણી પીવું. ઓઆરએસ, લીંબુ પાણી, લસ્સી, છાશ, વરિયાળી શરબત વગેરેનું સતત સેવન કરવું. આછા રંગના, હળવા સુતરાઉ કપડા પહેરવા. બહાર નીકળતા સમયે ટોપી, છત્રી, સ્કાર્ફ, ગોગલ્સનો ઉપયોગ કરવો. તેમજ ફિલ્ડમાં ફરનારા લોકોએ સમયાંતરે છાયડામાં આરામ કરી લેવો. બપોરે 12થી 3 વાગ્યા સુધી તડકામાં ન નીકળવું. રસોઈ કરતા સમયે બારી દરવાજા ખુલ્લા રાખવા. ખાવામાં ચા-કોફી કે અન્ય ગરમ પીણાં, તથા વાસી અને તળેલા ખોરાકનો ઉપયોગ ઓછો કરવો.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો