ગુજરાતઃ પોલીસ ઇન્સપેક્ટર તરીકે પ્રમોશન આપવા હાઇકોર્ટે આપી લીલીઝંડી

અટલ સમાચાર, ડેસ્ક વિભાગમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓને નિયત સમય બાદ પ્રમોશન મળતું હોય છે. વર્ષ 2010ની PSIની બેચમાં સિનિયોરીટીના મામલે વિવાદ થતાં સમગ્ર મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. 2010ની બેચના તમામ PSIનું પ્રમોશન અટકી પડ્યું હતું. આ મામલે હાઇકોર્ટે લીલીઝંડી આપતા હવે રાજ્યસરકાર આગળની કાર્યવાહી કરી શકશે. પોલીસ સબ ઇન્સ્પેક્ટરો (PSI)નાં પોલીસ ઇન્સપેક્ટર (PI) તરીકે પ્રમોશન
 
ગુજરાતઃ પોલીસ ઇન્સપેક્ટર તરીકે પ્રમોશન આપવા હાઇકોર્ટે આપી લીલીઝંડી

અટલ સમાચાર, ડેસ્ક

વિભાગમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓને નિયત સમય બાદ પ્રમોશન મળતું હોય છે. વર્ષ 2010ની PSIની બેચમાં સિનિયોરીટીના મામલે વિવાદ થતાં સમગ્ર મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. 2010ની બેચના તમામ PSIનું પ્રમોશન અટકી પડ્યું હતું. આ મામલે હાઇકોર્ટે લીલીઝંડી આપતા હવે રાજ્યસરકાર આગળની કાર્યવાહી કરી શકશે.

પોલીસ સબ ઇન્સ્પેક્ટરો (PSI)નાં પોલીસ ઇન્સપેક્ટર (PI) તરીકે પ્રમોશન આપવા માટે કોર્ટે લીલીઝંડી આપી દેતા રાજ્યસરકારે તૈયાર કરેલા લીસ્ટ મુજબ 400થી વધુ જગ્યા પર પ્રમોશન આપી શકાશે. હાલ રાજ્યમાં 400થી વધુ પોલીસ ઇન્સ્પેક્ટરોની જગ્યા ખાલી છે

વર્ષ 2010ના PSIની બેચમાં ટ્રેનિંગ દરમિયાન મેરીટ અને સિનિયોરિટીને લઈને વિવાદ થયો હતો. સમગ્ર મામલે વિવાદ થતા અગાઉ હાઇકોર્ટે પ્રમોશનની પ્રક્રિયા સામે મનાઇ હુમક ફરમાવ્યો હતો. કોર્ટના નિર્ણય બાદ હવે રાજ્યના PSIને બઢતી મળવાની સાથે PIની જગ્યાઓ ભરાતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવી રાખવામાં પણ સરળતા મળશે.