ગુજરાત હાઈકોર્ટનો વીજ મીટરના ભાડાં પર મહત્વનો ચુકાદો : 18 ટકા GST કર્યો રદ

અટલ સમાચાર,ડેસ્ક કેન્દ્ર સરકારના GST લગાવવાના પરિપત્રથી વીજળી સપ્લાય તથા મીટર ભાડું, મીટરના ટેસ્ટિંગ ચાર્જિસ, નવા કનેક્શનમાં એપ્લિકેશન ફી તેમજ ડુપ્લિકેટ બિલના સર્વિસ ચાર્જને ટોરેન્ટ પાવર દ્વારા હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેને લઇ ગુજરાત હાઈકોર્ટ દ્વારા વીજ મીટર પર લેવામાં આવતો 18 ટકા GST દૂર કરી દીધો છે. જેથી હવે વીજ કંપનીઓ ગ્રાહકો પાસેથી મીટરના
 
ગુજરાત હાઈકોર્ટનો વીજ મીટરના ભાડાં પર મહત્વનો ચુકાદો : 18 ટકા GST કર્યો રદ

અટલ સમાચાર,ડેસ્ક

કેન્દ્ર સરકારના GST લગાવવાના પરિપત્રથી વીજળી સપ્લાય તથા મીટર ભાડું, મીટરના ટેસ્ટિંગ ચાર્જિસ, નવા કનેક્શનમાં એપ્લિકેશન ફી તેમજ ડુપ્લિકેટ બિલના સર્વિસ ચાર્જને ટોરેન્ટ પાવર દ્વારા હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેને લઇ ગુજરાત હાઈકોર્ટ દ્વારા વીજ મીટર પર લેવામાં આવતો 18 ટકા GST દૂર કરી દીધો છે. જેથી હવે વીજ કંપનીઓ ગ્રાહકો પાસેથી મીટરના ભાડાં પર લેવામાં આવતો ટેક્ષ લઈ શકશે નહી. આ સાથે અત્યાર સુધી ગ્રાહકો પાસેથી યુજીવીસીએલ,એમજીવીસીએલ,ડીજીવીસીએલ અને પીજીવીસીએલ સહિતની વીજ કંપનીઓ ઘ્વારા જે ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે તે પરત કરવાનો આદેશ કરતા રાજયના વીજળી વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ વીજ પુરવઠાની મુખ્યસેવા ઉપર જો GST ન હોય તો આનુષાંગિક સેવાઓ ઉપર પણ GST ન લગાવવો જોઈએ. હાઈકોર્ટના આદેશને પગલે રાજય સહિત કેન્દ્ર સરકારને ફટકાર પડી હોવાનું માનવામાં આવી રહયુ છે. ગુજરાત હાઇર્કોર્ટના ચુકાદા મુજબ વર્ષ 2012 થી પાવર સપ્લાય કરતી કંપનીઓ દ્વારા સર્વિસ ટેક્સ અને તથા GST લેવામાં આવ્યો હોય તેવા ગ્રાહકોને પોતાના પરસેવાના પૈસા પરત મળે તેવુ હાલ પુરતુ લાગી રહયુ છે.