ગુજરાત: નવા વર્ષે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ શકે, રાંધણગેસમાં ભાવવધારો

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) નવા વર્ષમાં જાન્યુઆરી ૨૦૨૦ના પહેલા દિવસે મોંઘવારીની ભેટ મળી છે. સતત ચોથા મહિને રાંધણ ગેસની કિંમતમાં વધારો થયો છે, જેમા સામાન્ય માણસને ઝટકો વાગ્યો છે. નોન સબસીડીવાળા સિલેન્ડરમાં રૂ.18.50નો વધારો કરવામાં આવ્યો છે અને કોમર્શિયલ ગેસ સિલેન્ડરમાં રૂ.30નો વધારો કરવામાં આવ્યો છે. દેશના પ્રમુખ મહાનગરોમાં સબસીડી વગરના ગેસ સિલિન્ડરમાં લગભગ ૧૯
 
ગુજરાત: નવા વર્ષે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ શકે, રાંધણગેસમાં ભાવવધારો

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) 

નવા વર્ષમાં જાન્યુઆરી ૨૦૨૦ના પહેલા દિવસે મોંઘવારીની ભેટ મળી છે. સતત ચોથા મહિને રાંધણ ગેસની કિંમતમાં વધારો થયો છે, જેમા સામાન્ય માણસને ઝટકો વાગ્યો છે. નોન સબસીડીવાળા સિલેન્ડરમાં રૂ.18.50નો વધારો કરવામાં આવ્યો છે અને કોમર્શિયલ ગેસ સિલેન્ડરમાં રૂ.30નો વધારો કરવામાં આવ્યો છે. દેશના પ્રમુખ મહાનગરોમાં સબસીડી વગરના ગેસ સિલિન્ડરમાં લગભગ ૧૯ રૂપિયા મોંઘો થયો છે.આજથી અમદાવાદમાં ૭૦૮ રૂપિયા સિલિન્ડર માટે ચુકવવાના રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

નવા વર્ષની શરૂઆતમાં જ ગૃહિણીઓને ઝટકો લાગ્યો છે. રાંધણગેસના ભાવમાં ૧૯ રૂપિયા જેટલો ભાવવધારો કરવામાં આવ્યો છે. જેથી અમદાવાદમાં ૭૦૮ રૂપિયા સિલિન્ડર માટે ચુકવવાના રહેશે. ડિસેમ્બરમાં દિલ્હીમાં ૧૪.૨ કિલોના સબસિડી વગરના સિલિન્ડર માટે ૬૯૫ રૂપિયાની ચૂકવણી કરવાની રહેતી હતી. કોલકાતામાં તેની કિંમત ૭૨૫.૫૦ રૂપિયા હતી અને ત્યાં જ મુંબઇ અને ચેન્નઇમાં ૧૪.૨ કિલો સબસિડી વગરના સિલિન્ડરની કિંમત ક્રમશઃ ૬૬૫ અને ૭૧૪ રૂપિયા હતી.