ગુજરાતઃ 1 લાખની લોન કેવી રીતે મેળવી શકાશે, ? વિગતવાર જાણો

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યના નાના દુકાનદારો, વ્યક્તિગત વ્યવસાયિકો, વાળંદ, દરજી કામ, પ્લમ્બીંગ કામ, ઇલેક્ટ્રિશીયન, રેકડી કે ફેરી કરનારાઓને લૉકડાઉનની સ્થિતિમાંથી પુન: બેઠા કરવા પાંચ હજાર કરોડની આત્મનિર્ભર ગુજરાત સહાય જાહેર કરાઈ છે. આ યોજના અન્વયે રૂ. 1 લાખ સુધીની લોન માત્ર 2 ટકા વ્યાજે ત્રણ વર્ષ માટે સહકારી બેન્કો, અર્બન કો-ઓપરેટિવ બેન્કો તથા ક્રેડિટ સોસાયટીઓ
 

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યના નાના દુકાનદારો, વ્યક્તિગત વ્યવસાયિકો, વાળંદ, દરજી કામ, પ્લમ્બીંગ કામ, ઇલેક્ટ્રિશીયન, રેકડી કે ફેરી કરનારાઓને લૉકડાઉનની સ્થિતિમાંથી પુન: બેઠા કરવા પાંચ હજાર કરોડની આત્મનિર્ભર ગુજરાત સહાય જાહેર કરાઈ છે. આ યોજના અન્વયે રૂ. 1 લાખ સુધીની લોન માત્ર 2 ટકા વ્યાજે ત્રણ વર્ષ માટે સહકારી બેન્કો, અર્બન કો-ઓપરેટિવ બેન્કો તથા ક્રેડિટ સોસાયટીઓ આપશે. આવી રીતે આપવામાં આવેલી લોનનું છ ટકા વ્યાજ રાજ્ય સરકાર ભોગવવાની છે. આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાના ફોર્મ્સનું વિતરણ આજથી શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યની 9 હજારથી વધુ શાખાઓ પર વિતરણ થવાનું છે.

1) લાભ કોને કોને મળશે?

નાના અને મધ્યમ વર્ગના વેપારી, સ્વરોજગાર કરતા લોકો જેવા કે- દુકાનદાર, ફેરિયા, રિક્ષા ચાલક, પ્લમ્બર વગેરે

2) ફોર્મ ક્યારે મળશે?

21-5-2020થી નક્કી કરેલી સંસ્થાઓ માથી વિનામૂલ્યે મળશે.

3) કઈ કઈ સંસ્થા લોન આપી શકે?

જિલ્લા સહકારી બેંક. અર્બન કો-ઓપ બેંક. ક્રેડિટ કો-ઓપ સોસાટીઓ.

4) સરકાર દ્વારા રજૂ કરાયેલા નિયમો?

>> કેન્દ્ર સરકાર / રાજ્ય સરકાર / સ્થાનિક સત્તમંડળના કર્મચારી ન હોવા જોઇએ.
>> કોઈપણ બેંકના કર્મચારીઓ ન હોય.
>> સરકારી / અર્ધ સરકારી સંસ્થાઓમાં કરાર આધારિત નોકરી ન હોવી જોઇએ.
>> 01-01-2020 ના રોજ ચાલુ હોય એવા જ વ્યવસાય કરતા લોકો લોન માટે અરજી કરી શકે છે.

5) લોન ભરપાઈ કેવી રીતે કરવાની રહેશે?

ત્રણ વર્ષ માટે આ લોન આપવામાં આવશે. જેમાં વાર્ષિક 8%નાં વ્યાજદરે લોન આપવામાં આવશે. જેમાંથી 6% વ્યાજ રાજ્ય સરકાર અને 2% વ્યજદરે ભોગવવાનું રહેશે. લોન શરૂ થવાના 6 મહિના સુધી કોઈ હપ્તાની ચુકવણી કરવાની રહેશે નહી. 6 મહિના પછી 30 સરખા હપ્તામાં ચૂકવણી કરવાની રહેશે.

6) અરજી કરવાની છેલ્લી તારીખ?

આ અંગેના ફોર્મ 31-08-2020 સુધીમાં ફોર્મ બેંકમાં જમા કરાવી શકાશે. 31-10-2020 સુધીમાં તમામ અરજીનો નિકાલ કરી દેવામાં આવશે. 15-11-2020 સુધીમાં લોનની રકમ મળી જશે.

7) આ માટે કયા દસ્તાવેજો આપવાના રહેશે?

>> આધાકાર્ડ
>> રેશનિંગ કાર્ડ
>> ચૂંટણી કાર્ડ
>> છેલ્લું વીજળી બિલ
>> બેંક પાસબુકની ઝેરોક્ષ
>> વ્યવસાયનો પુરાવો અથવા બાહેંધરી પત્ર
>> દરેક ની 2-2 નકલ રાખવી