આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

મહીસાગરના કડાણામાંની એકલવ્ય કન્યા હોસ્ટેલના ગૃહમાતાનું સસ્પેન્શન પરત ખેંચાવવા વિદ્યાર્થીનીઓ મેદાને ઉતરી છે. આ ગૃહમાતા સાથેનો વિદ્યાર્થીનીઓનો નાતો સાવ અલગ જ હોય છે. વિદ્યાર્થીનીઓની ભૂલ હડતાલ બાદ ગૃહમાતાની મમતા કામ કરી ગઈ હતી અને વિદ્યાર્થીનીઓના વલોપાતે ગૃહમાતાનું સસ્પેન્શન પરત ખેંચવામાં આવ્યું હતુ. ગૃહમાતાને સસ્પેન્ડ કરવામાં આવતાં વિદ્યાર્થીનીઓએ વિરોધ કર્યો હતો. એટલું જ નહીં પરંતુ આખી રાત વિદ્યાર્થીનીઓ ભૂખ હડતાળ પર બેઠી હતી. જેને પરિણામે આચાર્યએ લેખિતમાં ગૃહમાતાને ફરીથી હાજર કરવાની ખાતરી આપ્યા બાદ જ આ હડતાળ સમેટાઈ હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

મહીસાગરની એકલવ્ય કન્યા નિવાસી શાળામાં વિદ્યાર્થિનીઓએ હોબાળો કર્યો હતો. વિદ્યાર્થિનીઓએ હોબાળો કરતા ગૃહમાતાનું સસ્પેન્શન રોકાયું છે. ત્યારે હવે આચાર્ય દ્વારા ગૃહમાતાને ફરીથી હાજર કરવાની લેખિતમાં ખાતરી આપવામાં આવી છે. સ્કૂલ દ્વારા ગૃહમાતાને સસ્પેન્ડ કરવામાં આવતા વિદ્યાર્થિનીઓમાં રોષ જોવા મળ્યો હતો. 300 જેટલી વિદ્યાર્થિનીઓ શુક્રવારે રાત્રે ભૂખ હડતાળ પર ઉતરી હતી. આ ઘટનાની જાણ થતા વાલીઓ પણ શાળાએ પહોંચ્યા હતા. વિદ્યાર્થિનીઓની હઠ બાદ આચાર્ય દ્વારા લેખિતમાં ખાતરી આપવામાં આવી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code