આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

આડા સંબંધની આશંકાએ અનેક પરિવારોના માળા વિખેરાઇ જતાં હોય છે. ત્યારે આવો જ એક દર્દનાક કિસ્સો અંકલેશ્વરમાં સામે આવ્યો છે. પત્નીના અન્ય યુવાન સાથે આડા સંબંધ હોવાની શંકા રાખી પતિએ તેની હત્યા કરી નાંખી હતી. પત્નીની હત્યા બાદ તેણે ભરૂચની સબજેલમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે.

અંકલેશ્વરના સારંગપુરનાપદમાવતી નગરમાં રહેતાં સિકરવાર દંપતિનો કરૂણ અંજામ આવ્યો છે. મૂળ મધ્યપ્રદેશનાં રહેવાશી દિલદારસિંહ બચ્ચુસિંહ સિકરવારને તેની પત્ની આશાદેવીના અન્ય સાથે આડા સંબંધ હોવાની આશંકા હતી. રવિવારના રોજ દિલદારસિંહે પત્ની આશાદેવી સાથે ઝગડો કરી તીક્ષણ હથિયારના ઘા મારી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

પત્નીની હત્યા બાદ ફરાર થઇ ગયેલાં દિલદારસિંહને પોલીસે ઝડપી પાડી ભરૂચની સબજેલમાં મોકલી આપ્યો હતો. ભરૂચની સબજેલમાં રહેલાં આરોપી દિલદારસિંહે જેલના બેરેકમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. બનાવની જાણ થતાં ભરૂચ બી ડીવીઝન પોલીસની ટીમ સબજેલ ખાતે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે. પત્નીની હત્યાના ચાર દિવસ બાદ પતિએ પણ આપઘાત કરી લેતાં લગ્ન જીવનનો કરુણ અંત આવ્યો છે અને પરિવારનો માળો વિખેરાઇ ગયો છે.ર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code