ગુજરાત: IAS ગૌરવ દહિયાને પોલીસની ક્લિનચીટ, મહિલાએ ખોટી રીતે ફસાવ્યા

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાતના આઈએએસ ગૌરવ દહિયાને લઇને આજે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. IAS ગૌરવ દહિયા કથિત પ્રેમ પ્રકરણ કેસમાં દિલ્હી પોલીસે ગૌરવ દહિયાને ક્લિનચીટ આપી છે. દિલ્હી પોલીસે જણાવ્યું છે કે, ગૌરવ દહિયા વિરૂદ્ધ કરવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણાં છે અને પીડિતા પરિણીત હોવાનું સામે આવ્યું છે તથા બાળકી ગૌરવ દહિયાની ન હોવાનો ખુલાસો
 
ગુજરાત: IAS ગૌરવ દહિયાને પોલીસની ક્લિનચીટ, મહિલાએ ખોટી રીતે ફસાવ્યા

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતના આઈએએસ ગૌરવ દહિયાને લઇને આજે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. IAS ગૌરવ દહિયા કથિત પ્રેમ પ્રકરણ કેસમાં દિલ્હી પોલીસે ગૌરવ દહિયાને ક્લિનચીટ આપી છે. દિલ્હી પોલીસે જણાવ્યું છે કે, ગૌરવ દહિયા વિરૂદ્ધ કરવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણાં છે અને પીડિતા પરિણીત હોવાનું સામે આવ્યું છે તથા બાળકી ગૌરવ દહિયાની ન હોવાનો ખુલાસો થયો છે. દહિયાએ તપાસ દરમિયાન તમામ પુરાવા રાજ્ય સરકારને સોંપ્યા છે. દિલ્હી પોલીસની તપાસમાં પીડિતા ખાનગી કંપનીમાં કામ કરતા વ્યક્તિ સાથે પરિણીત હોવાનું સામે આવ્યું છે.

ગુજરાત: IAS ગૌરવ દહિયાને પોલીસની ક્લિનચીટ, મહિલાએ ખોટી રીતે ફસાવ્યા

પરંતુ હવે જોવાનું રહ્યું કે આઇએએસ દહિયા આ પ્રકારણમાં મહિલા વિરૂદ્ધ માનહાનિનો દાવો માડે છે કે નહી. અને આ કેસમાં એ પણ તપાસનો વિષય છે કે શું જાણી જોઇને ગોરવ દહિયાને આ કેસમાં ફસાવવામાં આવ્યા અને શામાટે ગૌરવ દહિયાને જ આ પ્રકરણમાં ફસાવવાની કોશિશ કરવામાં આવી. ઉલ્લેખનિય છે કે, આ કેસના કારણે ગૌરવ દહિયાને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ કેસના કારણે તેમની સામાજીક જિંદગી પર ખુબ મોટી અસર થઇ હતી.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

આ પહેલા દિલ્હીની મહિલા સાથેના લગ્નેતર સંબંધોના આક્ષેપોને લઈને રચાયેલી તપાસ સમિતિના અહેવાલની ભલામણના આધારે રાજ્ય સરકારે 2010ની બેચના આઈએએસ અધિકારી ગૌરવ દહિયાને સસ્પેન્ડ કર્યા હતા. ગૌરવ દહિયાવે ઓગસ્ટ મહિનામાં સસ્પેન્ડ કર્યા હતા. રાજ્ય સરકારની તપાસ સમિતિએ કરેલી ભલામણોની સમીક્ષા હાથ ધર્યા બાદ દહિયાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો. મુખ્ય સચિવ અને મુખ્ય સચિવ જે.એન. સિંઘ અને સામાન્ય વહીવટી વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ સાથે મુખ્યમંત્રીએ લગભગ આ મુદ્દે એક કલાક સુધી ચર્ચા કર્યા બાદ આ નિર્ણય જાહેર કર્યો હતો.