ગુજરાતઃ આ નિયમોનું પાલન નહી કરો તો વાહન જપ્ત થશે, શિવાનંદ ઝા

અટલ સમાચાર, ડેસ્ક લોકડાઉનમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અંગે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણયો અંગે માહિતી આપતા ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું કે, ફોર વ્હીલરમાં 2 જણા અને ટુ-વ્હીલરમાં એક વ્યક્તિ જ બેસે એ જરૂરી છે. જો આમ નહીં કરવામાં આવે તો વાહન જપ્ત કરવામાં આવશે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો અત્યાર
 
ગુજરાતઃ આ નિયમોનું પાલન નહી કરો તો વાહન જપ્ત થશે, શિવાનંદ ઝા

અટલ સમાચાર, ડેસ્ક

લોકડાઉનમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અંગે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણયો અંગે માહિતી આપતા ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું કે, ફોર વ્હીલરમાં 2 જણા અને ટુ-વ્હીલરમાં એક વ્યક્તિ જ બેસે એ જરૂરી છે. જો આમ નહીં કરવામાં આવે તો વાહન જપ્ત કરવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અત્યાર સુધી 1 લાખ 33 હજાર વાહનો મુક્ત કરવામાં આવ્યા, જે વાહનો પોલીસે ડિટેઇન કર્યા હતા. સાથે જ તેમણે કહ્યું કે, સામાજિક અંતર અને માસ્કને જીવનનો ભાગ બનાવો. પોલીસ પર હુમલાના સુરેન્દ્રનગર ના કેસમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, આ ગુનામાં બે આરોપીઓને પાસા કરવામાં આવ્યા છે.

ડ્રોનને આધારે ગઈકાલે 306 ગુના નોંધાયા, સીસીટીવીના આધારે ગઈકાલે 74 ગુનો નોંધાયા, સોશિયલ મીડિયા મોનિટરીંગના આધારે ખોટી માહિતી કે અફવાના આધારે 19 ગુના નોંધાયા, તો લોકડાઉનમા અત્યાર સુધી કુલ 544 ગુના નોંધાયા છે. ગઈકાલે સોશિયલ મીડિયાના 14 એકાઉન્ટ બંધ કરાયા છે. અત્યાર સુધી કુલ 96 એકાઉન્ટ બંધ કરાયા, વીડિયોગ્રાફીના આધારે ગઈકાલે 133 ગુના નોંધાયા. જાહેરનામા ભંગ 2630 ના ગુના નોંધાયા, રાજ્યમાં અત્યાર સુધી કુલ 1 લાખ 60 હજારથી વધુ ગુનાઓ લોકડાઉન પિરીયડમાં નોંધાયા છે