ગુજરાત: મોટર વ્હિકલ એક્ટમાં સુધારો કરી દંડની રકમ ઘટાડાઇ, 16મી થી અમલ

અટલ સમાચાર, અમદાવાદ કેન્દ્ર સરકારે તાજેતરમાં જ મોટર-વ્હિકલ એક્ટરમાં સુધારો કરી અને નવા નિયમો બહાર પાડ્યા છે. આ મામલે ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક પ્રેસ કૉન્ફરન્સ કરી જણાવ્યું છે કે ગુજરાત સરકારે આ મામલે નવા કાયદાની 50 કલમોમાં ફેરફાર કરી અને દંડની રકમમાં ઘટાડો કર્યો છે. મુખ્યમંત્રી રૂપાણીએ પ્રેસ કૉન્ફરન્સમાં
 
ગુજરાત: મોટર વ્હિકલ એક્ટમાં સુધારો કરી દંડની રકમ ઘટાડાઇ, 16મી થી અમલ

અટલ સમાચાર, અમદાવાદ

કેન્દ્ર સરકારે તાજેતરમાં જ મોટર-વ્હિકલ એક્ટરમાં સુધારો કરી અને નવા નિયમો બહાર પાડ્યા છે. આ મામલે ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક પ્રેસ કૉન્ફરન્સ કરી જણાવ્યું છે કે ગુજરાત સરકારે આ મામલે નવા કાયદાની 50 કલમોમાં ફેરફાર કરી અને દંડની રકમમાં ઘટાડો કર્યો છે. મુખ્યમંત્રી રૂપાણીએ પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે રાજ્યમાં મોટર-વ્હિકલ એક્ટના નવા નિયમોનો અમલ 16મી સપ્ટેમ્બરથી થશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું,“ કેન્દ્ર સરકારે નવા કાયદામાં સુધારો વધારો કરવા માટે અને માંડવાળની રકમમાં ઘટાડો કરવાની સત્તા રાજ્ય સરકારોને આપી હતી. અમે રાજ્યની હાઇપાવર કમિટીએ નક્કી કર્યુ છે કે કેટલાક ગુનામાં દંડની રકમમાં ઘટાડો કરવામાં આવશે.” દંડની રકમ વસૂલવા માટે જ્યારે પોલીસ કે RTO જરૂરી દસ્તાવેજો માંગે ત્યારે પુરા પાડવાના રહેશે. આ દસ્તાવેજો કેન્દ્ર સરકાર દ્વારા માન્ય ડિજિટલ લોકર કે એમ.પરિવહન એપના કોઈ પણ માધ્યમથી રજૂ કરી શકાશે. જેમની પાસે આ દસ્તાવેજો ડિજિટલી સાથે હશે તેને પોલીસ કે આર.ટી. ઓ દંડ નહીં કરી શકે.

રૂપાણીએ વધુમાં જણાવ્યું કે સરકારને દંડમાં રસ નથી પરંતુ સામાન્ય માણસને કાયદાનું પાલન કરાવવા માટે આ નિયમનો આકરો અમલ કરાવવામાં આવશે. મારી ઇચ્છા તો એવી છે કે સરકારને એક પણ રુપિયાનો દંડ ન મળે અને લોકો સતત કાયદાનું પાલન કરે. વિજય રૂપાણીએ વધુમાં ઉમેર્યુ કે જો તમે હાર્લે ડેવિડ્સન કે લેમ્બોર્ગિની ચાલક છો તો પણ તમારે સ્થાનિક સ્પીડના નિયમોનું પાલન કરવું પડશે. આ વાહનોમાં તેમના ઉત્પાદક દેશોના રસ્તાઓ અને સ્પીડને ધ્યાનમાં રાખી પાવર આપવામાં આવતો હોય છે પરંતુ આપણાં દેશમાં આ સ્પીડ લાગુ પડતી નથી તેથી આવા હેવી સ્પીડ ધરાવતાં વાહનોના ચાલકોએ પણ તેનો કડક અમલ કરવો પડશે.

ગુજરાત: મોટર વ્હિકલ એક્ટમાં સુધારો કરી દંડની રકમ ઘટાડાઇ, 16મી થી અમલ
advertise