ગુજરાતઃ એમ્બ્યુલન્સના ડ્રાઇવરને માર મારવાના કેસમાં ઇન્ચાર્જ PSI સસ્પેન્ડ

અચલ સમાચાર, ડેસ્ક અમદાવાદ અને રાજકોટ જિલ્લામાંથી ખાખીને લાંછન લગાડતા બે બનાવો સામે આવ્યા. અમદાવાદ ખાતે એક પીઆઈએ દંડા પછાડીને રસ્તા પર ઉભા રહેલી ફ્રૂટ અને શાકભાજીની લારીઓ ઊંધી વાળી દીધી હતી. બીજી તરફ રાજકોટના ગોંડલ ખાતે એક બનાવમાં મૃતદેહને લઈને જતી એમ્બ્યુલન્સના ડ્રાઇવર ને બે પોલીસ કર્મીઓએ માર માર્યો હતો. અમદાવાદ બાદ રાજકોટના કેસમાં
 
ગુજરાતઃ એમ્બ્યુલન્સના ડ્રાઇવરને માર મારવાના કેસમાં ઇન્ચાર્જ PSI સસ્પેન્ડ

અચલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ અને રાજકોટ જિલ્લામાંથી ખાખીને લાંછન લગાડતા બે બનાવો સામે આવ્યા. અમદાવાદ ખાતે એક પીઆઈએ દંડા પછાડીને રસ્તા પર ઉભા રહેલી ફ્રૂટ અને શાકભાજીની લારીઓ ઊંધી વાળી દીધી હતી. બીજી તરફ રાજકોટના ગોંડલ ખાતે એક બનાવમાં મૃતદેહને લઈને જતી એમ્બ્યુલન્સના ડ્રાઇવર ને બે પોલીસ કર્મીઓએ માર માર્યો હતો. અમદાવાદ બાદ રાજકોટના કેસમાં પણ જવાબદારી અધિકારીને સસ્પેન્ડ કરી દેવાયા છે. ગોંડલના કેસમાં રાજકોટના પોલીસ કમિશનરે ગોંડલ રોડ પર આવેલી ચેકપોસ્ટના ઇન્ચાર્જ પીએસઆઈને સસ્પેન્ડ કરી દીધા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગોંડલથી એમ્બ્યુલન્સમાં મૃતદેહ લઈને રાજકોટ આવી રહેલા ગોંડલ માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રફુલ રાજ્યગુરુને માર મારવાનો બનાવ ધ્યાનમાં આવ્યા બાદ તપાસના આદેશ કરવામાં આવ્યા હતા. આ બાબતે આખી રાત પોલીસના અધિકારીઓએ પૂછપરછ કરી હતી. જે બાદમાં ગંભીર બાબતમાં સંવેદનશીલતા ન દાખવવા બદલ ચેકપોસ્ટના ઇન્ચાર્જ પીએસઆઈ પી.એલ. ધામાને રાજકોટ પોલીસ કમિશનરે સસ્પેન્ડ કરી દીધા છે. આ ઉપરાંત આ બનાવની વધુ તપાસ સોંપવામાં આવી છે.

ગોંડલ માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રફુલ રાજ્યગુરુને માર મારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જે બાદ રોષે ભરાયેલા સેવાભાવીઓએ સેવા બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તે સાથે ગોંડલની એમ્બ્લયુલન્સો અને સબ વાહિનીઓને ગોંડલ સીટી પોલીસ મથક ખાતે ખડકલો કરી દેવામાં આવ્યો છે. જોકે, સામાજિક કાર્યકરને માર મારવાના કેસમાં કમિશનર મનોજ અગ્રવાલે જવાબદાર પીએસઆઈને સસ્પેન્ડ કરતા આ મામલો હવે શાંત પડી જશે તેવું લાગી રહ્યું છે.

બનાવ:

ગોંડલ માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રફુલ રાજ્યગુરુ ગોંડલથી એમ્બ્યુલન્સમાં એક શ્રમિકનો મૃતદેહ લઇને રાજકોટ મૂકવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન રાજકોટ ગ્રામ્ય પોલીસે નેશનલ હાઇવે પર રાજકોટ નજીક સ્કોડા શો રૂમ પાસે એમ્બ્યુલન્સ ચાલકને માર માર્યો હતો. પોલીસના દંડા ખાધા બાદ પણ ચાલકે મૃતદેહને રાજકોટ પહોંચ્યો હતો. જે બાદમાં તેમણે ગોંડલ પરત આવીની સરકારી હૉસ્પિટલમાં સારવાર લીધી હતી. આ મામલે જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા હતા.

અમદાવાદ ખાતે શાકભાજીની લારીઓ ઊંધી વાળી દેવાના કેસ બાદ જે તે અધિકારીને સસ્પેન્ડ કરતા રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ કહ્યું હતું કે, ખાખી વર્દી પહેરી હોવાથી એવો પરવાનો નથી મળી જતો કે ઇચ્છા પડે તેને ફટકારો. તમામ પોલીસ અધિકારીઓએ સંવેદન થઈને ફરજ નીભાવવી પડશે. પોલીસ ગરીબો સાથે સંવેદના રાખે તે જરૂરી છે.