ગુજરાત: મહીન્દ્રા કોટકના નામે આખી બેંક જ નકલી ખોલી પૈસા લઇ ઠગ ફરાર

અટલ સમાચાર, ડેસ્ક આણંદના ધર્મજ ગામમાં કોટક મહિન્દ્રા બેંકના નામે શાખા ખોલીને ઠગાઈ કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ધર્મજ ગામના મોટાભાગના લોકો NRG છે અને વિદેશોમાં વસે છે. ગામ પૈસાથી સમૃદ્ધ છે તેથી ભેજાબાજે ધર્મજમાં જ બેંકની શાખા ખોલી હતી. ઠગે ગામના બે લોકોને બેંકમાં નોકરીએ પણ રાખ્યા હતા. લોકોએ માતબર રકમ જમા કરાવી
 
ગુજરાત: મહીન્દ્રા કોટકના નામે આખી બેંક જ નકલી ખોલી પૈસા લઇ ઠગ ફરાર

અટલ સમાચાર, ડેસ્ક

આણંદના ધર્મજ ગામમાં કોટક મહિન્દ્રા બેંકના નામે શાખા ખોલીને ઠગાઈ કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ધર્મજ ગામના મોટાભાગના લોકો NRG છે અને વિદેશોમાં વસે છે. ગામ પૈસાથી સમૃદ્ધ છે તેથી ભેજાબાજે ધર્મજમાં જ બેંકની શાખા ખોલી હતી. ઠગે ગામના બે લોકોને બેંકમાં નોકરીએ પણ રાખ્યા હતા. લોકોએ માતબર રકમ જમા કરાવી પછી બેંકે ઉઠમણું કર્યું હતુ. લોકોએ કોટક મહિન્દ્રા બેંકના નામે વિશ્વાસ કરીને નાણાં જમા કરાવ્યા હતા. બેંકે ઉઠમણું કરતા લોકોના કરોડો રૂપિયા પર પ્રશ્નાર્થ સર્જાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

કોટક મહિન્દ્રાના નામે બેંકની બ્રાંચ જ ખોલી નાખી હતી. કોટક મહિન્દ્રાની બોગસ બ્રાન્ચ ખોલીને લોકો પાસેથી FD લીધી. ફિક્સ ડિપોઝીટના નામે લોકોએ નાણાં બેંકમાં જમા પણ કરાવ્યા. દેશના સૌથી સુખી અને વાઈબ્રન્ટ ગામમાં બેંકની બોગસ શાખા ખોલીને અબજોનું રૂપિયા લઈને ઠગ રફુચક્કર થઈ ગયો. કનક શાહ નામના શખ્સે ધર્મજમાં બેંક ખોલી હતી એટલુ જ નહીં પરંતુ ગામમાંથી જ 2 જણને બેંકમાં નોકરીએ રાખ્યા હતા. મહિન્દ્રકા કોટક નામની બેંક ખોલીને લોકોને ઉલ્લુ બનાવ્યા હતા.

ધર્મજ ગામને NRI એટલે કે આપણા NRGનું ગામ પણ કહેવાય છે. ગામના દરેક ઘરમાંથી એક વ્યક્તિ વિદેશમાં કામકાજ કરે છે. પરિવારનો એક ભાઈ ગામમાં રહીને ખેતી કરે છે. તો વળી બીજો ભાઈ વિદેશમાં જઈને કમાણી કરે છે. ગામમાં મર્સિડીઝ, BMW જેવી મોઘી ગાડીઓ સામાન્ય છે. ઈન્ટરનેશન ફુડ ચેઈન મેકડોનાલ્ડ જેવી બ્રાંચ પણ તમને ધર્મજમાં મળી જાય. ગામના ઈતિહાસ, વર્તમાન અને ભૂગોળની કોફી ટેબલબુક પણ પ્રકાશિત થઈ છે.

ધર્મજ ગામ દેશનું સૌથી સુખી અને સમૃદ્ધ ગામ છે. ગામના લોકો વિદેશમાં પૈસા કમાવા માટે જાય છે. એ NRI વિદેશની જે કમાણી ધર્મજ ગામમાં મોકલે છે. પેઢીઓથી લોકો વિદેશમાં છે અને નાણાં કમાય છે. અહીં રહેતા મોટાભાગના લોકો પાસે પુષ્કળ પૈસા છે. જ્યારે બેંકો પણ ધર્મજના આંગણે જ છે. તેમના રોજીંદા વપરાશના નાણાં પણ લોકોને બેંકથી મળી જાય છે. નાણાંની આવકને કારણે લોકો બેંકોમાં પૈસા જમા કરે છે. ઘરમાં પૈસા-દાગીના રાખવાના બદલે લોકો બેંકમાં જમા કરાવવા પસંદ કરે છે. નાના એવા ગામમાં દરેકને બેંકની જરૂર પડે છે . બેંકની મોટી માંગને કારણે ઠગને આ ઠગાઈ કરવી સૂઝી હશે. ડઝનથી વધુ બેંકો આ ગામમાં છે અને લોકોનો કરોડો રૂપિયા તેમાં જમા છે.