આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાત સહીત ભારત ભરમાં આજે લોકડાઉનનો 21મો દિવસ છે અને આજરોજ વડાપ્રધાન દ્વારા વધુ 19 દિવસનું લોક ડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. ત્યારે 21 દિવસમાં જ લોકો ઘરે રહી અને કંટાળી ગયા હોય તેવું લાગી રહ્યુ છે. કહેવાય છે કે લોકડાઉનને કારણે ગુનાખોરીનું પ્રમાણ ઘટ્યું છે. પરંતુ ક્યાંકને ક્યાંક ઘરેલું હિંસાને વધારી દીધી છે. લોકડાઉનમાં સોશિયલ ડિસ્ટન્સ વચ્ચે દિલો વચ્ચેનું અંતર વધ્યુ હોવાનું સામે આવ્યુ છે .

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘરેલું હિંસા અર્થાત પોતાના જ ઘરમાં પોતાની વ્યક્તિ દ્વારા જ કરાયેલા હિંસા કે પછી જે શારીરિક હોય કે માનસિક હિંસા છે. ઘરેલું હિંસા સ્ત્રીને હંમેશા માટે કમજોર, બીમાર અને બોલતી બંધ કરવા માટે કાફી છે. સમગ્ર વિશ્વ સહિત ભારત દેશ અને ગુજરાતમાં પણ કોરોનાની વૈશ્વિક મહામારીએ તાંડવ મચાવ્યો છે. ત્યારે ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના સંક્રમિત કેસોની સંખ્યા અમદાવાદ ખાતે નોધાઇ છે. અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 346 થઈ છે. ત્યારે ફક્ત પોઝિટિવ કેસ નહીં પરંતુ ઘરેલુ હિંસાના કેસોમાં પણ વધારો થયો છે.

એક બાજુ કોરોનાની વૈશ્વિક મહામારી સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે જેથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે ઘરેલું હિંસાનો પ્રમાણ વધ્યો છે. લોકડાઉનની કારણે પતિ-પત્ની 24 કલાક ઘરમાં રહે છે જેથી રસોઈ, મોબાઈલ, ચા અને ઘર કામકાજ જેવા મુદ્દાઓ ઘરેલું હિંસાના કારણ બન્યા છે. પતિ-પત્નિ એકબીજા ઉપર શંકા વધારી રહ્યા છે. ઘરની સામાન્ય બાબતોમાં કરવામાં આવતી ચર્ચા પણ ક્યારેક હિંસાનું કારણ બની જાય છે.

લોકડાઉનની પરિસ્થિતિમાં ગુજરાતમાં 5394 ઘરેલું હિંસાના કેસ નોંધાયા છે. સાથેજ ડોમેસ્ટિક વાયોલન્સના કેસમાં 41.99 ટકાનો વધારો થયો છે. ઘરેલું હિંસાના કેસ અમદાવાદમાં સૌથી વધુ નોંધાયા છે. અમદાવાદમાં 216, રાજકોટમાં-136, સુરત-77 અને વડોદરામાં-121 કેસ નોંધાયા છે. 23 માર્ચથી 10 એપ્રિલ સુધી ઘરેલું હિંસાના કેસોમાં 10થી 20 ટકાનો વધારો થયો છે.

નેશનલ ફેમિલી હેલ્થ દ્વારા કરાયેલા સર્વે મુજબ જો ભારતીય સમાજમાં ઘરેલું હિંસા ના હોય, તો સમાજને જબરદસ્ત આર્થિક મજબૂતી મળી શકે છે. અધ્યયન અનુસાર આંતરરાષ્ટ્રીય યુદ્ધ અને આતંકવાદની સરખામણીએ દંપતીઓ વચ્ચેની હિંસા 25 ટકા વધુ ખતરનાક સાબિત થાય છે. પરંતુ સત્ય તો એ છે કે ઘરેલું હિંસા ઘટવું એ નૈતિક રીતે તો અનિવાર્ય છે અને પરિવારની સમૃદ્ધિ માટે પણ જરૂરી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code