આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

રૂફટોપ સોલાર પ્રોજેક્ટ સ્થાપનની બાબતે દેશભરમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે છે. જુલાઈ 23, 2019ની સ્થિતિએ ગુજરાતની કુલ રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશન કેપેસિટી 261.97 મેગા વોટની હતી. ભારતમાં કુલ રૂફટોપ સોલર ઇન્સ્ટોલેશન 1,700.54 મેગાવોટ જેટલું છે.

વર્ષ 2017-18 માટે રૂ. 169.73 કરોડ અને વર્ષ 2018-19 માટે રૂ.446.77 કરોડની નાણાકીય સહાય/પ્રોત્સાહન પ્રદાન કર્યા છે. ભારત સરકારે વર્ષ 2022 સુધીમાં40,000 મેગાવોટના રૂફટોપ સોલાર  પ્રોજેક્ટ્સની સ્થાપનાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે, જેમાં ઘરની છત પર આર.ટી.એસ.ની સ્થાપનાનો સમાવેશ થાય છે.

પરિમલ નથવાણી આર.ટી.એસ.દ્વારા પેદા થતા વીજળીના જથ્થાને પ્રાપ્ત કરવા માટે ફાળવવામાં આવેલા ભંડોળ અને ઘરની છત પર સોલર પેનલો સ્થાપિત કરીને વિજ ઉત્પાદન માટે સરકાર દ્વારા નિર્ધારિત કરાયેલા લક્ષ્ય વિશે જાણવા માંગતા હતા.

મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં થયેલા 261.97 MWના ઈન્સ્ટોલેશનમાંથી 183.51 MW સબસિડીયુક્ત ઇન્સ્ટોલેશન્સ છે અને 78.45 MW સબસિડીરહિત ઇન્સ્ટોલેશન્સ છે.પણ સરેરાશ એવો અંદાજ છે કે દર વર્ષે સોલાર રૂફટોપ પ્લાન્ટ્સમાંથી પ્રત્યેક મેગાવોટ દીઠ 1.5 મિલિયન યુનિટ પેદા થાય છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code