ગુજરાત: ધો-10ની ઉત્તરવહી ચકાસવા શિક્ષકોની અછત, પરિણામમાં થઇ શકે મોડુ

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનાને લઇને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેને લઇને રાજ્યમાં યોજાયેલ ધોરણ-10 અને 12ની પરીક્ષાની ઉત્તરવહીઓની ચકાસણી પર લોકડાઉનની અસર જોવા મળી રહી છે. જેમાં ગઇકાલે અંગ્રેજી માધ્યમના પેપર ચકાસવા ખાનગી શિક્ષકો આવતા ન હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આજે વડોદરામાં ધોરણ-10ની ઉત્તરવહી ચકાસવા
 
ગુજરાત: ધો-10ની ઉત્તરવહી ચકાસવા શિક્ષકોની અછત, પરિણામમાં થઇ શકે મોડુ

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનાને લઇને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેને લઇને રાજ્યમાં યોજાયેલ ધોરણ-10 અને 12ની પરીક્ષાની ઉત્તરવહીઓની ચકાસણી પર લોકડાઉનની અસર જોવા મળી રહી છે. જેમાં ગઇકાલે અંગ્રેજી માધ્યમના પેપર ચકાસવા ખાનગી શિક્ષકો આવતા ન હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આજે વડોદરામાં ધોરણ-10ની ઉત્તરવહી ચકાસવા શિક્ષકોની અછત હોવાનું સામે આવ્યું છે. જેને લઇને ધોરણ-10નું પરિણામ મોડુ આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના વાયરસના કહેર વચ્ચે લોકડાઉનની અસર હવે રાજ્યના ઉદ્યોગ-ધંધા-રોજગાર બાદ શૈક્ષિણક કાર્યપર પડી રહેલી જોવા મળી રહી છે. રાજ્યમાં લેવાયેલી ધોરણ-10 અને 12ની પરીક્ષાની ઉત્તરવહી ચકાસવા માટે લોકડાઉનના પગલે શિક્ષકોની અછત જોવા મળી રહી છે. વડોદરા ખાતે ધોરણ-10ની સેકન્ડ લેંગ્વેજની ઉત્તવહી ચકસવા શિક્ષકો પુરતા નથી. જેને લઇને ઉત્તરવહી ચકાસણીનું કામકાજ હાલમાં થઇ રહ્યું નથી. જેને લઇને રાજ્યમાં ધોરણ-10નું પરિણામ મોડુ આવી તેવી શક્યતા જોવા મળી રહી છે.

ધોરણ-10ની પરીક્ષાની ઉત્તરવહી ચકાસવા ખાનગી શાળાના શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી છે. જો કે હાલમાં લોકડાઉનના પગલે મોટાભાગની ખાનગી શાળાઓના શિક્ષકો કામગીરીથી અળગા જોવા મળી રહ્યાં છે. ખાનગી શાળાના શિક્ષકો ઉત્તરવહી ચકાસણી માટે ન જોડાતાં મુશ્કેલી જોવા મળી રહી છે.