આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

અમદાવાદ સહિતના પાંચ શહેરના વિસ્તારોને ક્લસ્ટર કન્ટેન્મેન્ટ કરવામાં આવ્યા છે. જે વિસ્તારો ચેપગ્રસ્ત છે તેને ક્લસ્ટર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ક્લસ્ટર કન્ટેન્મેન્ટ એટલે કે 22 વિસ્તારને સંપૂર્ણરીતે લોકડાઉન કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સઘન સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાઈરિસ્ક અને રોગના લક્ષણ ધરાવતા લોકોને સામેથી શોધીને તેમના રિપોર્ટ કઢાવી તેમની સારવારની કામગીરી હાથ ધરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં અમદાવાદ, સુરત, ભાવનગર, વડોદરા અને રાજકોટમાં 22 વિસ્તારને ક્લસ્ટર કરવામાં આવ્યા છે. જેમાં 98,401 એક લોકોને લોક કરવામાં આવ્યા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 228 કેસ નોંધાઈ ચુક્યા છે જેમાંથી 10 દર્દી સાજા થયા છે જ્યારે 7 લોકોના મોત થઈ ચુક્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 14 વિસ્તારમાં 22, 525 લોકોને લોક કરવામાં આવ્યા છે. આ વિસ્તારને ક્લસ્ટર કન્ટેન્ટમેન્ટ કરવામાં આવ્યા છે. અહીં હોલ્થ વિભાગની 34 ટીમ મોનિટરીંગ કરી રહી છે. જેમાં 14 M.O, 14 સુપરવાઈઝર, પેરામેડિકલ સ્ટાફના 68 એમ કુલ 290 લોકોની 96 ટીમ છે.

સુરતમાં 28 કેસ સામે આવ્યા છે. જેમાંથી 4 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 5 લોકો સાજા થઈ ગયા છે. સુરત કોર્પોરેશનમાં 2 વિસ્તારમાં 32,535 લોકોને લોક કરવામાં આવ્યા છે એટલે કે, ક્લસ્ટર કન્ટેન્ટમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. અહીં 49 ટીમમાં દ્વારા મેગા સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યો છે જેમાં 3 MO, 12 સુપરવાઈઝર, 98 પેરામેડિકલ એમ કુલ 113 લોકો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. ભાવનગરમાં કોરોનાના 23 કેસ સામે આવ્યા છે જેમાંથી 2 લોકોના મોત થઈ ચુક્યા છે. ભાવનગરમાં પણ 2 દર્દી દવા બાદ સાજા થઈ ચૂક્યા છે. ભાવનગરમાં 2 વિસ્તારમાં 37,738 લોકોને લોક કરવામાં આવ્યા છે. અહીં 29 હેલ્થ ટીમ દ્વારા યુધ્ધના ધોરણે કામ થઈ રહ્યુ છે જેમાં 3 એમ ઓ, 4 સુપરવાઈઝર, 29 પેરામેડિકલ સ્ટાફ એમ કુલ 36 લોકો કામ કરી રહ્યા છે.

વડોદરામાં 77 કેસ સામે આવ્યા છે. જેમાંથી 2ના મોત થઈ ગયા છે અને 7 દર્દી સાજા થઈ ચુક્યા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2 વિસ્તારમાં 5,102 લોકોને ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાં 16 ટીમ દ્વારા કામ થઈ રહ્યુ છે. આ ટીમમાં 2 એમ.ઓ, 3 સુપરવાઈઝર અને 16 પેરામેડિકલ એમ કુલ 21 લોકો કામ કરી રહ્યા છે. રાજકોટમાં 18 કેસ નોંધાયા છે. જેમાં 4 લોકો સાજા થઈ ચુક્યા છે હજુ સુધી એક પણ મોત નોંધાયુ નથી. રાજકોટ મનપામાં 2 વિસ્તકારમાં 501 લોકોને ક્લસ્ટર કન્ટેન્ટમેન્ટ કરવામાં આવ્યા છે. અહીં 10 ટીમ કામ કરી રહી છે જેમાં 2 એમઓ, 2 સુપરવાઈઝર અને 20 પેરામેડિકલ સ્ટાફ મળીને કામ કરી રહ્યો છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code