ગુજરાત: જીમ્મેદારી ટાળવા નેતાઓએ પરિપત્રના વિરોધમાં રજૂઆત કરી-નિતીન પટેલ

અટલ સમાચાર,ડેસ્ક લોકરક્ષક દળની ભરતી માટે હાલ મહિલાઓ આંદોલન કરી રહી છે. એલઆરડી ભરતીનાં વિવાદ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કડક શબ્દોમાં કૉંગ્રેસ પર પ્રહારો કર્યા હતાં. આ સાથે ભાજપનાં પણ જે નેતાઓએ પત્ર લખીને આંદોલનકારીઓને ગેરમાર્ગે દોર્યા છે તેઓ પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યાં છે તેવું કહી દીધું હતું. આ ઉપરાંત તેમણે જે જે નેતાઓએ
 
ગુજરાત: જીમ્મેદારી ટાળવા નેતાઓએ પરિપત્રના વિરોધમાં રજૂઆત કરી-નિતીન પટેલ

અટલ સમાચાર,ડેસ્ક

લોકરક્ષક દળની ભરતી માટે હાલ મહિલાઓ આંદોલન કરી રહી છે. એલઆરડી ભરતીનાં વિવાદ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કડક શબ્દોમાં કૉંગ્રેસ પર પ્રહારો કર્યા હતાં. આ સાથે ભાજપનાં પણ જે નેતાઓએ પત્ર લખીને આંદોલનકારીઓને ગેરમાર્ગે દોર્યા છે તેઓ પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યાં છે તેવું કહી દીધું હતું. આ ઉપરાંત તેમણે જે જે નેતાઓએ આ અંગે ભલામણ કરવા માટે પત્ર લખ્યો છે. તેમને કહ્યું કે, પોતાની જવાબદારી ઓછી કરવા માટે ભલામણ કરી દે છે. કહે છે કે, મેં તો ભલામણ કરી દીધી, કેટલાક લોકો આવો પ્રયત્ન કરી રહ્યાં છે અને લોકોને ગેરમાર્ગે દોરે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ અંગે નિતીન પટેલે જણાવ્યું કે, ‘આ પ્રશ્ન કાયદાકીય અને બંધારણીય છે. બંને સમાજ પોતપોતાની રીતે સાચા હોય શકે. પરંતુ અનામતનાં ધારાધોરણોનો હોય છે. નોકરી આપવા માટે ભરતી માટે કાયદાકીય જે પણ જોગવાઇઓ છે તે કાયદાની એરણ ઉપર આવી છે. સરકારનો પ્રયત્ન તટસ્થતાથી કામ કરવાનો છે. જે પ્રશ્ન લોકરક્ષણ દળનો છે તે બાબત હાઇકોર્ટમાં વિચારણા પર છે. સરકાર તરફથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા આ પ્રશ્ન અંગે સંબંધિત સમાજ સાથે વાતચીત કરી રહ્યાં છે. સરકાર માટે બંને સમાજ સરખા છે.

કૉંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે, ‘સ્વાભાવિક છે કૉંગ્રેસનાં કેટલાક નેતાઓ કે જે સારા વકીલો પણ છે, તેમની પાસે સારા ધારાશાસ્ત્રીઓ પણ છે. તે બધા બધું સમજે છે કે ક્યાં શું થઇ શકે છે અને કેટલું ન થઇ શકે. કયો વર્ગ કેટલો લાભ લઇ શકે. આ બધું જ જાણવા હોવા છતાં કૉંગ્રેસવાળા બંન્નેબાજુ જુદીજુદી રીતે ઉશ્કેરણી કરતા હોય તેવું લાગી રહ્યું છે. કૉંગ્રેસ એક સમાજને કહે કે તમે માંગણી કરો અને અન્ય સમાજને કહે કે તમે વિરોધ કરો. જે રીતે પાટીદર આંદોલન સમયે પણ કૉંગ્રસવાળા ઉશ્કેરણી કરતા હતા તે જ રીતે કૉંગ્રેસનાં લોકો સાચું સમજાવવાને બદલે મેદાનમાં જઇ, પબ્લિકની વચ્ચે જઇને ઉશ્કેરણી કરે છે. ખરેખર તો કોઇને પણ કાયદાકીય દલીલ કરવી હોય તેમણે સરકાર સાથે ચર્ચા કરવી જોઇએ.