ગુજરાત: મોલ-મલ્ટીપ્લેક્સ હવે પાર્કિંગ ચાર્જ નહીં વસૂલી શકે : હાઇકોર્ટ

અટલ સમાચાર, અમદાવાદ ગુજરાત હાઇકોર્ટે મોલ અને મલ્ટીપ્લેક્સ મામલે મહત્વનો નિર્ણય આવ્યો છે. આ મામલે ડિવિઝન બેન્ચે જણાવ્યું છે કે, હવેથી મોલ મલ્ટીપ્લેક્સ પાર્કિંગ ચાર્જ લઇ શકશે નહીં. જો આવું કરશે તો તેમની સામે કોર્પોરેશન અને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. ગત વર્ષે ઓક્ટોબરમાં મોલ અને મલ્ટિપ્લેક્સમાં પાર્કિંગ ચાર્જ બાબતે સુનાવણી કરતા ગુજરાત હાઇકોર્ટે
 
ગુજરાત: મોલ-મલ્ટીપ્લેક્સ હવે પાર્કિંગ ચાર્જ નહીં વસૂલી શકે : હાઇકોર્ટ

અટલ સમાચાર, અમદાવાદ

ગુજરાત હાઇકોર્ટે મોલ અને મલ્ટીપ્લેક્સ મામલે મહત્વનો નિર્ણય આવ્યો છે. આ મામલે ડિવિઝન બેન્ચે જણાવ્યું છે કે, હવેથી મોલ મલ્ટીપ્લેક્સ પાર્કિંગ ચાર્જ લઇ શકશે નહીં. જો આવું કરશે તો તેમની સામે કોર્પોરેશન અને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. ગત વર્ષે ઓક્ટોબરમાં મોલ અને મલ્ટિપ્લેક્સમાં પાર્કિંગ ચાર્જ બાબતે સુનાવણી કરતા ગુજરાત હાઇકોર્ટે મોલ અને મલ્ટિપ્લેક્સને પાર્કિંગ ચાર્જ વસુલવાની મંજૂરી આપીને કામચલાઉ રાહત આપી હતી. તેમણે ચોક્કસ દર નક્કી કર્યાં હતાં. પરંતુ આ બેન્યે કહ્યું કે અમે પાર્કિંગ ચાર્જ નક્કી કરી શકતા નથી. મોલ અને મલ્ટિપ્લેક્સનાં સંચાલકો પાર્કિંગ ચાર્જ વસૂલી શકશે નહીં.

ગત વર્ષે પાર્કિંગ મામલે હાઇકોર્ટના આદેશ બાદ રાજ્યભરમાં તંત્ર દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં મોલ-મલ્ટિપ્લેક્સ, હોસ્પિટલ સહિતના એકમો દ્વારા જો તેની મુલાકાત લેનાર ગ્રાહકોને મફત પાર્કિંગની વ્યવસ્થા આપવા માટે નિર્દેશ આપ્યો હતો. જે અનુસંધાને પણ મોલ-મલ્ટિપ્લેક્સ દ્વારા આ પ્રકારે ચાર્જ વસુલવા સામે રોક લગાવી હતી. તેમજ ચાર્જ લેનાર પર કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી.આ દરમ્યાન કેટલાક મોલ- મલ્ટીપ્લેક્સ સંચાલકો દ્વારા હાઇકોર્ટ સમક્ષ પિટિશન કરી એવી રજૂઆત કરી છેકે, તેઓ પાર્કિંગમાં વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. ત્યારે તેઓ પાર્કિંગ માટે ચાર્જ વસૂલી શકે છે.