ગુજરાતઃ માતાએ બાઇક લાવવા રૂપિયા ન આપતા યુવાને આપઘાત કર્યો

અટલ સમાચાર, ડેસ્ક વડોદરા શહેરના કોયલી ગામની સીમમાં ખેતરમાં રહેતા યુવાને માતાએ બાઇક લાવવા માટે પૈસા ન આપતા ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી. મોડી રાત્રે બનેલા આ બનાવ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આપઘાત કરનાર યુવાન ખેત મજૂરી કરતો હતો. વડોદરા શહેર નજીક આવેલા કોયલી ગામની સીમમાં દિનેશભાઇ પટેલની લીંબુની વાડી આવેલી છે.
 
ગુજરાતઃ માતાએ બાઇક લાવવા રૂપિયા ન આપતા યુવાને આપઘાત કર્યો

અટલ સમાચાર, ડેસ્ક

વડોદરા શહેરના કોયલી ગામની સીમમાં ખેતરમાં રહેતા યુવાને માતાએ બાઇક લાવવા માટે પૈસા ન આપતા ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી. મોડી રાત્રે બનેલા આ બનાવ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આપઘાત કરનાર યુવાન ખેત મજૂરી કરતો હતો.

વડોદરા શહેર નજીક આવેલા કોયલી ગામની સીમમાં દિનેશભાઇ પટેલની લીંબુની વાડી આવેલી છે. આ વાડીમાં દિનેશ રામસિંગ નાયક માતા અને પરિવાર સાથે રહેતો અને ખેત મજૂરી કરતો હતો. દિનેશે માતા પાસે બાઇક લેવા માટે રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ, માતાએ રૂપિયા આપવાનો ઇન્કાર કરી દેતા દિનેશે મોડી રાત્રે ફાંસો ખાઈ જીવાદોરી ટુંકાવી લીધી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ બનાવ અંગેની જાણ જવાહરનગર પોલીસને થતાં પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. અને લાશનો કબજો લઇ પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. પોલીસે પ્રાથમિક કારણ જાણ્યા બાદ અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.