ગુજરાતઃ ભત્રીજાએ કાકાને અડધી કિંમતમાં સોનું મળે છે કહી લાખોની છેતરપિંડી કરી

અટલ સમાચાર, ડેસ્ક નડિયાદના બિકાનેર પાસે રહેતા અને સોના-ચાંદીનું કામકાજ કરતા એક ઇસમે 26 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ અનુસાર, ઇસમને સસ્તા સોનાની લાલચ આપી તેના જ ભત્રીજા સહિત 4 લોકોએ ચૂનો ચોટાડ્યો હતો. પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી આરોપીઓને પકડવા તરફ તજવીજ હાથ ધરી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક
 
ગુજરાતઃ ભત્રીજાએ કાકાને અડધી કિંમતમાં સોનું મળે છે કહી લાખોની છેતરપિંડી કરી

અટલ સમાચાર, ડેસ્ક

નડિયાદના બિકાનેર પાસે રહેતા અને સોના-ચાંદીનું કામકાજ કરતા એક ઇસમે 26 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ અનુસાર, ઇસમને સસ્તા સોનાની લાલચ આપી તેના જ ભત્રીજા સહિત 4 લોકોએ ચૂનો ચોટાડ્યો હતો. પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી આરોપીઓને પકડવા તરફ તજવીજ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બિકાનેરમાં રહેતા પ્રેમરતન ભંવરલાલ સોની લાંબા સમયથી સોના-ચાંદીનો વેપાર કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા પ્રેમરતનનો ભત્રીજો આશિષ તેમને મળવા તેમના ઘરે આવ્યો હતો અને પોતાના લગ્નજીવનની સમસ્યા વિશે જણાવ્યું હતું. પ્રેમરતનભાઈએ ભત્રીજાની વાત સાંભળી છોકરીવાળાને ત્યાં સમાધાન કરાવવા માટે અમદાવાદ આવ્યા હતા. ત્યારે આશિષે તેનો મિત્ર કસ્ટમમાં પકડાયેલું સોનું સસ્તા ભાવે વેચવા માંગે છે તેમ કહી કાકાને લાલચ આપી હતી. પ્રેમરતને પણ લગભગ અડધી કિંમતમાં સોનું મળતું હોવાથી આશિષની વાતોમાં આવી ગયા અને વિચાર્યા વગર તેને 26 લાખ રૂપિયા આપી દીધા હતા.

પૈસા લઈ આશિષ એકલો સોનું લેવા માટે ગયો હતો. થોડા સમય બાદ આશિષે કાકાને ફોન કરી આપણી સાથે છેતરપિંડી થઇ છે તેમ કહ્યું હતું. ફોન પર વાત સાંભળી પ્રેમરતન આઘાતમાં આવી ગયા હતા. આશિષે પ્રેમરતને નુકસાનના અડધા પૈસા હું આપી દઈશ તેમ કહ્યું હતું. જોકે અત્યાર સુધી તેના તરફથી કોઇ પૈસા ન મળતા અંગે પ્રેમરતને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.