નીતિન પટેલ અને શંકરસિંહ વાઘેલાની ફાઇલ તસવીર
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ નવા મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલનું નામ છેલ્લી ઘડી સુધી ફાઇનલ હતુ. જોકે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી થતાં નીતિન પટેલ નારાજ થયા હતા. જોકે મીડિયા સામે તો તેઓ નારાજગી સ્વિકારતાં નથી. પરંતુ ત્રણ-ત્રણ વખત મુખ્યમંત્રી તરીકે તેમની પસંદગીમાં રૂકાવટો બાદ તેઓ નારાજ થાય તે સ્વાભાવિક છે. આ તરફ હવે મીડિયા રીપોર્ટસ અને આઇબી રીપોર્ટ પ્રમાણે નીતિન પટેલ મધરાત્રે કોઇ અજ્ઞાત સ્થળે શંકરસિંહ વાઘેલાને મળ્યાં હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. નીતિન પટેલ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે લાંબી ચર્ચા પણ થઇ હોવાનું સામે આવતાં ફરી એકવાર રાજ્યનું રાજકારણ ગરમાયુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યાના 24 કલાકની અંદર જ ટોચના નેતાઓની નારાજગી સામે આવી છે. રીપોર્ટ મુજબ ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનો આ નારાજ નેતાઓમાં સમાવેશ થાય છે. જોકે તેમની નારાજગી ખાળવા માટે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ અને ગુજરાત ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવને ત્રણ કલાક સુધી આ ત્રણ નેતાની નારાજગી દૂર કરવા જહેમત કરવી પડી હતી. આ તમામ ગતિવિધિઓને વચ્ચે હવે નારાજ થયેલા નીતિન પટેલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને મળ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મંગળવારે મોડી રાત્રે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને કોઈ અજ્ઞાત સ્થળે મળ્યા હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. આ સાથે બંને નેતાઓ વચ્ચે લાંબી ચર્ચાઓ થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. ભાજપના જ કેટલાક ઉચ્ચ નેતાઓને આ મુલાકાતની આઈબી પાસેથી માહિતી મળતાં મોડી રાત સુધી પક્ષમાં દોડધામ મચી ગઈ હતી. ભાજપના સુત્રોએ આ માહિતીને સમર્થન આપ્યું હતું. નીતિન પટેલ વર્ષોથી ભાજપને વફાદાર રહ્યાં છે. તેથી તેમની આ મુલાકાતને કારણે અનેક તર્કવિતર્ક થઈ રહ્યાં છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code