ગુજરાત: 8 વિધાનસભાની પેટાચૂંટણી મામલે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે વિધાનસભાની પેટાચૂંટણી રોકવા ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. તેની આગામી સુનાવણી 19મી તારીખે હાથ ધરાવાની છે. હાઈકોર્ટે ચૂંટણીપંચ અને મુખ્ય ચૂંટણી અધિકારીને નોટિસ ઈશ્યૂ કરી છે. નોટિસ ઈશ્યૂ કરીને હાઈકોર્ટે જવાબ રજૂ કરવા માટે જણાવ્યુ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો રાજ્યસભાની ચૂંટણી વખતે ધારાસભ્યોએ
 
ગુજરાત: 8 વિધાનસભાની પેટાચૂંટણી મામલે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે વિધાનસભાની પેટાચૂંટણી રોકવા ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. તેની આગામી સુનાવણી 19મી તારીખે હાથ ધરાવાની છે. હાઈકોર્ટે ચૂંટણીપંચ અને મુખ્ય ચૂંટણી અધિકારીને નોટિસ ઈશ્યૂ કરી છે. નોટિસ ઈશ્યૂ કરીને હાઈકોર્ટે જવાબ રજૂ કરવા માટે જણાવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યસભાની ચૂંટણી વખતે ધારાસભ્યોએ રાજીનામાં આપતાં વિધાનસભાની કુલ 8 બેઠકો ખાલી પડી છે. જેથી આગામી સમયમાં યોજાનાર પેટાચૂંટણીને લઇ હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ થઇ છે. જેને લઇ હાઈકોર્ટે ચૂંટણીપંચ અને મુખ્ય ચૂંટણી અધિકારીને નોટીસ ફટકારી જવાબ રજૂ કરવા જણાવ્યુ છે. પેટાચૂંટણીને લઈને અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી હતી કે, હાલની સ્થિતિમાં પેટાચૂંટણી યોજવી તે યોગ્ય નથી. હાલના સમયમાં પેટાચૂંટણી યોજાશે તો સંક્રમણ વધશે. આ મામલે વધુ સુનાવણી 19 ઓગસ્ટે હાથ ધરાશે.

આ 8 બેઠક ઉપર થવાની છે પેટાચૂંટણી

  • ગઢડા
  • લીંમડી
  • ડાંગ
  • કપરાડા
  • ધારી
  • કરજણ
  • મોરબી
  • અબડાસા