ગુજરાત: બિનસચિવાલય પરીક્ષાનું નક્કી નથી, પરંતુ તારીખ મહિના પછી આવશે

અટલ સમાચાર, ગાંધીનગર બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાઓ છેલ્લા સમયે રદ્દ કરવામાં આવતા સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે સવારે હજારો ઉમેદવારોએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીએ જઇ ભારે હોબાળો કર્યો હતો. બપોરે મળેલી મિટીંગમાં નિર્ણય લેવાયો છે કે, આગામી 1 મહિનામાં નવી જાહેરાત આવશે.હાલની 3500 જેટલી જગ્યામાં વધારો કરવામાં આવશે અને
 
ગુજરાત: બિનસચિવાલય પરીક્ષાનું નક્કી નથી, પરંતુ તારીખ મહિના પછી આવશે

અટલ સમાચાર, ગાંધીનગર

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાઓ છેલ્લા સમયે રદ્દ કરવામાં આવતા સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે સવારે હજારો ઉમેદવારોએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીએ જઇ ભારે હોબાળો કર્યો હતો. બપોરે મળેલી મિટીંગમાં નિર્ણય લેવાયો છે કે, આગામી 1 મહિનામાં નવી જાહેરાત આવશે.હાલની 3500 જેટલી જગ્યામાં વધારો કરવામાં આવશે અને અંદાજે 4500 જેટલી નવી ભરતી સરકાર દ્વારા કરાશે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિં ક્લિક કરો 

રાજ્યભરના લાખો યુવાનોને બિનસચિવાલય કલાર્કની ભરતી રદ્દ થતાં ભારે નારાજગી છે. આ વચ્ચે એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે, આગામી 1 મહિનામાં નવી જાહેરાત આવશે તેવું સરકાર દ્વારા કહેવમાં આવ્યું છે. હાલની 3500 જેટલી જગ્યામાં વધારો કરવામાં આવશે અને અંદાજે 4500 જેટલી નવી ભરતી સરકાર દ્વારા કરાશે. મહત્વનું છે કે, બિનસચિવાલય પરીક્ષાનું નક્કી નથી, પરંતુ તારીખ મહિના પછી આવશે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, વારંવાર આવી રીતે પરીક્ષાઓમાં છેલ્લા સમયે કરવામાં આવતા ફેરફારોથી વિદ્યાર્થીઓની તૈયારીઓ પર પાણી ફરી વળે છે અને પૈસાનું પણ પાણી થાય છે. ત્યારે હવે સરકારને બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ કર્યા બાદ બ્રહ્મ જ્ઞાન થયુ છે. જોકે બિનસચિવાલયની પરીક્ષામાં સ્નાતક સુધીનો અભ્યાસ ફરજિયાત રહેશે તેમા કોઇ છૂટ આપવામાં આવી નથી.