આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

ઉત્તર ગુજરાતમાં આજે કોરોના વાયરસે આતંકી રોગની હેટ્રિક આપી છે. મહેસાણામાં 35, પાટણમાં 28, બનાસકાંઠામાં 28 અને સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લામાં કોરોના ત્રાસ ચિંતાજનક સ્થિતિએ આવ્યો છે. જેમાં મહેસાણા જિલ્લો કોરોના હોટસ્પોટ બની ગયો હોય તેમ ઉ.ગુમાં સૌથી વધુ મહેસાણામાં 35 કેસ ખુલ્યા છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં અનલોક છતાં લોક રાખવાની નોબત આવી છે. વેપારીઓ અને રહીશો સ્વયંભૂ લોકડાઉન તરફ છતાં મહામારી બેકાબૂ બની છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જિલ્લામાં આજે કોરોના

મહેસાણા જીલ્લામાં કોરોનાનો કહેર અવિરત બન્યો હોય તેમ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આજે જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં મળી એકસાથે નવા 35 દર્દીઓનો ઉમેરો થયો છે. આ સાથે જીલ્લામાં કોરોનાગ્રસ્ત 2 દર્દીઓના સારવાર દરમ્યાન સાંઇક્રિષ્ણા હોસ્પિટલમાં મોત થયુ છે. આ તરફ આજે જીલ્લામાં કુલ 8 દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજે મહેસાણા શહેરમાં 9, મહેસાણાના ગ્રામ્ય વિસ્તારમાં 8, ઉંઝા શહેરમાં 3, વડનગર શહેરમાં 2, વિસનગર શહેરમાં 4, કડી તાલુકામાં 5, બેચરાજી તાલુકામાં 1 અને વિજાપુર તાલુકામાં ત્રણ મળી નવા 35 કેસ સામે આવ્યા છે.

પાટણ જિલ્લામાં કોરોના

ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લામાં આજે એકસાથે નવા 28 લોકો કોરોના પોઝિટીવ જાહેર થયા છે. આજે પાટણમાં 14, સિદ્ધપુરમાં 5, હારિજમાં 5 તેમજ શંખેશ્વર અને રાધનપુરમાં 1-1, સાંતલપુર માં 2 એમ કુલ 28 કેસ નોંધાયા છે. આમ દિન પ્રતિદિન વધતા કેસોથી જિલ્લાવાસીઓમાં ફફડાટ વ્યાપી રહ્યો છે. આ સાથે પાટણ જિલ્લામાં કોરોના કેસની સંખ્યા 789 થઈ જવા પામી છે. જ્યારે અત્યાર સુધી 55 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યા છે. આજે પાટણ શહેરના ઘીમટા, શ્રી રેસીડેન્સી, ખોખરવાડો, ગાયત્રીકૃપા સોસાયટી, સિધ્ધીયોગી સોસાયટી, સાંઈબાબા મંદિર પાસે, સાગોડાની શેરી પાસે, રળિયાત નગર સોસાયટી, પોલીસ લાઈન, યશ બંગલોઝ, શુભલક્ષ્મી સોસાયટી અને સિટીમાં બીજા બે સહિત ધારપુર કેમ્પસમાં કેસ નોંધાયા છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આજે નોંધાયેલા કેસોમાં 3 વર્ષનાં બાળક સહિત 16 પુરૂષ અને 6 સ્ત્રીઓનો સમાવેશ થાય છે. આજે જિલ્લાના કોરોના એ.પી.સેન્ટર બનેલા સિદ્ધપુર શહેરમાં પ્રભાત સોસાયટી (રાજપુર) તેમજ તાલુકાનાં મુડાણા, ઠાકરાસણમાં તેમજ બિલિયા ગામ (2 કેસ) કેસ નોંધાતા તાલુકા આરોગ્યતંત્ર દોડતુ થયુ છે. ઉપરાંત હારિજની મધુવન સોસાયટીમાં (2 કેસ),હારીજ સિટીમાં 2, તેમજ વાઘેલ ગામમા પણ કોરોના કેસ નોંધાયો છે. સાંતલપુર તાલુકામાં 2, શંખેશ્વર તાલુકાના મોટી ચંદુર ગામમાં તેમજ રાધનપુરની શિતલ સોસાયટીમાં પણ કોરોના કેસ નોંધાયો છે.

બનાસકાંઠા જિલ્લામાં આજે કોરોના

બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ હવે કાબૂ બહાર જઇ રહ્યુ છે. આજે જીલ્લામાં કોરોનાના એકસાથે 28 કેસ આવતાં હાહાકાર મચી ગયો છે. આજે ડીસામાં 11, પાલનપુરમાં 5, ધાનેરામાં 3, દિયોદરમાં 2, વાવમાં 6 અને ભાભરમાં 1 મળી કુલ 23 દર્દીઓનો ઉમેરો થયો છે. જેને લઇ આરોગ્ય તંત્ર દ્રારા તાત્કાલિક અસરથી આજે નોંધાયેલા દર્દીઓને તાત્કાલિકા આઇસોલેશન વોર્ડમાં મોકલી આપી તેમના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં આજે કુલ 91 દર્દી સાથે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ કોરોના સંક્રમણ બેફાટ છે. આથી ઉત્તર ગુજરાતમાં આજે કોરોના વાયરસે સરેરાશ 100 દર્દીને ઝપેટમાં લેતાં ચકચાર મચી ગઇ છે.

04 Aug 2020, 8:03 AM (GMT)

COVID-19 Global Stats

18,456,665 Total Cases
697,435 Death Cases
11,690,670 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code