ગુજરાતઃ સાયબર ઠગોની હવે ખેર નથી, વાંચો પોલીસ શું પગલા લેશે

અટલ સમાચાર, ડેસ્ક હવે અમદાવાદની માફક રાજકોટ, સુરત અને વડોદરા ખરા અર્થમાં સુવિધાપુર્ણ સાયબર સેલ પોલીસ મથકો સાથે સુસજ્જ, મહાનગરોના પોલીસ કમિશ્નરોની બેઠકમાં ડીજીપી શિવાનંદ ઝા દ્વારા મહત્વની જાહેરાત, ગુજરાતભરમાં 105 પીઆઇ ફાળવાયા, દરેક પોલીસ મથકમાં એક પીઆઇ, બે પીએસઆઇ અને ટેકનીકલ જાણકારીવાળા હેડ કોન્સ્ટેબલ અને પોલીસમેન અદ્યતન સાધનો સાથે શહેર અને રેન્જમાં કાર્યરત રહેશે.
 
ગુજરાતઃ સાયબર ઠગોની હવે ખેર નથી, વાંચો પોલીસ શું પગલા લેશે

અટલ સમાચાર, ડેસ્ક

હવે અમદાવાદની માફક રાજકોટ, સુરત અને વડોદરા ખરા અર્થમાં સુવિધાપુર્ણ સાયબર સેલ પોલીસ મથકો સાથે સુસજ્જ, મહાનગરોના પોલીસ કમિશ્નરોની બેઠકમાં ડીજીપી શિવાનંદ ઝા દ્વારા મહત્વની જાહેરાત, ગુજરાતભરમાં 105 પીઆઇ ફાળવાયા, દરેક પોલીસ મથકમાં એક પીઆઇ, બે પીએસઆઇ અને ટેકનીકલ જાણકારીવાળા હેડ કોન્સ્ટેબલ અને પોલીસમેન અદ્યતન સાધનો સાથે શહેર અને રેન્જમાં કાર્યરત રહેશે.

રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા ચૂંટણી બંદોબસ્તના કારણે મુલત્વી રહેલી ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓની પ્રથમ દિવસની બેઠકમાં રાજયભરના એસપી અને રેન્જ વડાઓને કેટલીક ચોક્કસ બાબતોએ પોલીસ વડાએ શાનમાં સમજાવવા સાથે 8 કલાક સુધી ચર્ચાઓ કર્યા બાદ બીજા દિવસે ગુજરાતના મહાનગર એવા અમદાવાદ, સુરત અને વડોદરા તથા રાજકોટના પોલીસ કમિશ્નરો સાથે યોજાયેલી બેઠકમાં મુખ્ય એજન્ડા સાયબર ક્રાઇમના બનાવોમાં થયેલા વધારાનો મુકાબલો કરવા માટે રાજય સરકારે 105 જેટલા પોલીસ અધિકારીઓને ગુજરાતના વિવિધ પોલીસ મથકોને ફાળવવા નિર્ણય કર્યો છે. તેનો મહત્તમ ઉપયોગ કરી લોકોને ઓનલાઇન ફ્રોડથી બચાવવા માટે ખાસ સુચનાઓ આપી હતી.

સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ ગુજરાતે આર્થિક વિકાસ સાથે ઉદ્યોગ વેપાર અને શિક્ષણ પ્રગતી સાધવા સાથે ટેકનીકલ ઉપયોગમાં વધારો થયો છે. બીજી તરફ સાયબર ક્રાઇમના અપરાધમાં વધારો થતા સરકાર દ્વારા File -2000 અમલમાં મુકવામાં આવ્યો છે. આની સાથોસાથ ઇન્ડીયન એવીડન્સ એકટ 1972માં સુધારો કરી ગુન્હાના કામે ઇલેકટ્રોનીક પુરાવા મેળવવા માટે જોગવાઇ થઇ છે.

અમદાવાદમાં તો પ્રથમથી જ વ્યવસ્થિત સાયબર સેલ પોલીસ મથક છે. વડોદરા, સુરત અને રાજકોટમાં સાયબર પોલીસ મથક ફકત નામ પુરતું જ ન રહે તે માટે 50 લાખના સાધનો તબક્કાવાર ફાળવવા સાથે ખરા અર્થમાં સાયબર પોલીસ મથક કાર્યરત થઇ જશે અને તમામ પોલીસ કમિશ્નરોએ તેનો ખુબ જ કુનેહપુર્વક ઉપયોગ કરવા માટે સુચનાઓ આપી હતી. આ બેઠક દરમિયાન ચોક્કસ શહેરોની ગુનાખોરી અંગે ચિંતા વ્યકત કરવા સાથે પોલીસ સ્ટાફનું વર્તન લોકો સાથે અયોગ્ય રહેતું હોવાની વ્યાપક ફરીયાદ દુર કરી ફરીયાદ કરવા આવતા લોકો સાથે પોલીસનું વર્તન ખુબ જ સારૂ રહે તે માટે તમામ પોલીસ સ્ટાફને આ પ્રકારના પાઠ ભણાવવા પણ તમામ પોલીસ અધિકારીઓને સુચના આપી હતી. રાજય પોલીસ તંત્રમાં પીઆઇની જે ખાલી જગ્યાઓ છે તે જગ્યાઓ તુર્તજ ભરાઇ જાય તે માટેની કાર્યવાહીમાં લીગલ ડીપાર્ટમેન્ટ સાથે સંકલન રાખવા પણ સુચના આપી છે.