છેલ્લા ૬ વર્ષથી નોકરી કરતી ૬૦ નર્સ બહેનોને સરકારે છૂટી કરતા હડકંપ

અટલ સમાચાર, મહેસાણા ગાંધીનગરની ઉપવાસ છાવણીમાં નર્સીંગની નોકરી કરતી 50થી વધુ બહેનો પોતાની માંગ સાથે આંદોલન કરવા મજબૂર બની છે. છેલ્લા ૬, વર્ષથી નોકરી કરતી બહેનોને અચાનક જ છૂટાં કરવાનો નિર્ણય કરતા પગ તળે જમીન ખસી ગઈ છે. જેથી તાત્કાલિક અસરથી સામૂહિક ઉપવાસ કરવા મજબૂર બની છે. રાજ્ય સરકારે કેટલાક વર્ષ અગાઉ ૫૦થી૬૦ નર્સ બહેનોને
 
છેલ્લા ૬ વર્ષથી નોકરી કરતી ૬૦ નર્સ બહેનોને સરકારે છૂટી કરતા હડકંપ

અટલ સમાચાર, મહેસાણા

ગાંધીનગરની ઉપવાસ છાવણીમાં નર્સીંગની નોકરી કરતી 50થી વધુ બહેનો પોતાની માંગ સાથે આંદોલન કરવા મજબૂર બની છે. છેલ્લા ૬, વર્ષથી નોકરી કરતી બહેનોને અચાનક જ છૂટાં કરવાનો નિર્ણય કરતા પગ તળે જમીન ખસી ગઈ છે. જેથી તાત્કાલિક અસરથી સામૂહિક ઉપવાસ કરવા મજબૂર બની છે.

રાજ્ય સરકારે કેટલાક વર્ષ અગાઉ ૫૦થી૬૦ નર્સ બહેનોને શરતોને આધિન નોકરી આપી હતી. આ પછી વારંવાર નિતી નિયમોનો બદલાતા બે તબક્કામાં નર્સ બહેનોને નોકરી કરી હતી. જેમાં કેટલીક બહેનોને છૂટી કર્યા બાદ બાકીની બહેનોને ગત ૩૧ ડિસેમ્બરે છૂટી કરી દેવામાં આવી હતી. છુટા કરવાનો ઓર્ડર મળતા નર્સીંગની સેવા આપતી બહેનો આજે ન્યાય માટે ફરી રહી છે. મોટાભાગની બહેનોની ઉંમર ૪૦ વર્ષથી વધુ હોવાથી અત્યાર સુધી ચાલતું ગુજરાન હવે મુશ્કેલીમાં આવી ગયું છે.  આથી બહેનોએ કોર્ટમાં રજૂઆત કર્યા બાદ ભેગા મળી ગાંધીનગર ઉપવાસ છાવણી દોડી ગયા હતા. બહેનોએ રાજ્ય સરકાર સમક્ષ આગ્રહ કર્યો છે કે પોતાની સરકારી નોકરી જાળવી રાખવામાં આવે.