ગુજરાતઃ આસમાને પહોંચેલી ડુંગળીનું વાવેતર વધ્યું, રવિ પાકમાં ડુંગળીની ડિમાન્ડ

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં ડુંગળીના ભાવ 150 રૂપિયાથી વધી ગયા છે. છેલ્લા કેટલાક સમયથી ડુંગળીના ભાવ વધે તો સીધા જ સાતમા આસમાને પહોંચી જાય છે. ત્યારે આ વખતે ગુજરાતના ખેડૂતોએ ડુંગળીના વાવેતરમાં ધરખમ વધારો કર્યો છે. રાજ્યમાં 6000 હેકટરથી વધુમાં ગત વર્ષ કરતાં ડુંગળીનું વાવેતર થયું છે. જોકે રવિ પાકમાં આ વખતે ગુજરાતમાં 113 ટકા
 
ગુજરાતઃ આસમાને પહોંચેલી ડુંગળીનું વાવેતર વધ્યું, રવિ પાકમાં ડુંગળીની ડિમાન્ડ

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં ડુંગળીના ભાવ 150 રૂપિયાથી વધી ગયા છે. છેલ્લા કેટલાક સમયથી ડુંગળીના ભાવ વધે તો સીધા જ સાતમા આસમાને પહોંચી જાય છે. ત્યારે આ વખતે ગુજરાતના ખેડૂતોએ ડુંગળીના વાવેતરમાં ધરખમ વધારો કર્યો છે. રાજ્યમાં 6000 હેકટરથી વધુમાં ગત વર્ષ કરતાં ડુંગળીનું વાવેતર થયું છે. જોકે રવિ પાકમાં આ વખતે ગુજરાતમાં 113 ટકા જેટલો વધારો થયો છે. ઘઉં, ચણા, જુવાર મકાઈ સહિતના પાકોમાં વાવેતર વિસ્તાર વધ્યો છે.

ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન 140 ટકાથી વધુ વરસાદ થતાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા અને પાકને નુકસાનની બૂમો પણ ઉઠી હતી. જોકે તેના મીઠા પરિણામો હવે રવિ સીઝનમાં ખેડૂતોને મળી રહ્યા છે. રાજ્યના કૃષિ વિભાગના આંકડા પ્રમાણે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 113 ટકાથી વધુ વાવેતર થયું છે. જેના કારણે રવિ સીઝનના પાકોમાં ખેડૂતોને વધુ ઉત્પાદન મળશે. ખાસ કરીને ડુંગળી જેવા આસમાને પહોંચેલા ભાવ વધારાને પગલે ખેડૂતો ડુંગળીના વાવેતર તરફ પણ વળ્યા છે. ગત વર્ષે ડુંગળીનું વાવેતર રાજ્યમાં 27 હજાર હેકટરથી વધુ વિસ્તારમાં થયું હતું. તેની સરખામણીમાં આ વર્ષે 35 હજારથી વધુ હેક્ટર વિસ્તારમાં ડુંગળીનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

ઘઉંનું 12 લાખ 31 હજાર હેક્ટર વિસ્તારમાં આ વર્ષે વાવેતર થયું. જે ગત વર્ષે ઘઉંમાં 7 લાખ 85 હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતુંમકાઈમાં 1 લાખ 24 હજાર હેક્ટર વિસ્તારમાં આ વર્ષે વાવેતર થયું, જે ગત વર્ષે 92 હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતુંજુવારમાં 19 હજાર 940 હેક્ટર વિસ્તારમાં આ વર્ષે વાવેતર થયું, જે ગત વર્ષે ૩૫ હજાર કરતાં વધુ હતું. એટલે કે જુવારમાં વાવેતર ઘટ્યું છે.ચણાનું વાવેતર 3 લાખ 42 હજાર હેક્ટરમાં થયું, જે ગત વર્ષે 1 લાખ 70 હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતુંડુંગળીમાં આ વર્ષે 35 હજાર 123 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું, જે ગત વર્ષ માં 27928 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું આ વર્ષે કુલ 35 લાખ 46 હજાર હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું