ગુજરાતઃ પોલીસ અને સાંસદ મનસુખ વસાવાની વિવાદીત પોસ્ટને લઇ સામ સામે

અટલ સમાચાર, ડેસ્ક ભરૂચમાં આદિવાસી પરિવારજનોના ઝૂંપડા તોડવાનો મામલો વધુ ગરમાયો છે. ઝૂંપડા તોડવાને લઇ ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને પોલીસ સોશિયલ મીડિયામાં સાસ સામે આવી ગયા. મનસુખ વસાવાએ વૈકલ્પિક વ્યવસ્થા વિના ઝૂંપડા તોડવા મુદ્દે પોલીસ પર આક્ષેપ લગાવ્યા છે. અને પોલીસવડા અને સ્થાનિક પીઆઇ પર ધાક ધમકીના આરોપ કર્યા છે. જો કે પોલીસે સાંસદના
 
ગુજરાતઃ પોલીસ અને સાંસદ મનસુખ વસાવાની વિવાદીત પોસ્ટને લઇ સામ સામે

અટલ સમાચાર, ડેસ્ક

ભરૂચમાં આદિવાસી પરિવારજનોના ઝૂંપડા તોડવાનો મામલો વધુ ગરમાયો છે. ઝૂંપડા તોડવાને લઇ ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને પોલીસ સોશિયલ મીડિયામાં સાસ સામે આવી ગયા. મનસુખ વસાવાએ વૈકલ્પિક વ્યવસ્થા વિના ઝૂંપડા તોડવા મુદ્દે પોલીસ પર આક્ષેપ લગાવ્યા છે. અને પોલીસવડા અને સ્થાનિક પીઆઇ પર ધાક ધમકીના આરોપ કર્યા છે. જો કે પોલીસે સાંસદના આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા. ત્યારે હવે ભાજપના સાંસદ મનસુખ વસાવા સમગ્ર બાબતને લઇ કલેક્ટરને રજૂઆત કરશે.

ભરૂચમાં સાંસદ મનસુખ વસાસની વધુ એક વિવાદીત પોસ્ટને પગલે પોલીસ અને સાસંદ ખુલ્લે આમ સામ સામે આવી ગયા છે. અને આદિવાસીઓના ઝુંપડા તોડવાનો મામલો વધુ ગરમાયો છે. મનસુખ વસાવાએ પોલીસવડા અને સ્થાનિક PI ઉપર ધાક-ધમકીથી ઝૂંપડા ખાલી કરાવવાનો આક્ષેપ લગાવ્યો છે. મનસુખ વસાવાનું કહેવું છે કે, પોલીસ આ ઝુપડાવાસીઓને વૈકલ્પિક વ્યવસ્થા વિના જ ઝુપડા ખાલી કરવવામાં આવી રહ્યાં છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

મનસુખ વસાવા આ ઝુપડાવાસીઓના પ્રશ્નને લઈને આજે કલેક્ટરને રજૂઆત કરવાના છે. આ મતલબની પોસ્ટને કારણે પોલીસ અને સાસંદ ખુલ્લેઆમ સામસામે આવી ગયા હતા.