૨૩મી એપ્રિલે ગુજરાત કરશે મતદાન, સ્લોગનનો મહત્તમ પ્રચાર પ્રસાર કરાશે

અટલ સમાચાર, મહેસાણા લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯ અન્વયે ૨૩ મી અપ્રિલે મહેસાણા જિલ્લામાં લોકસભા અને ઉંઝા વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન થનાર છે.મતદાન જાગૃતિ અને મતદાર કેળવણી અંતર્ગત વધુમાં વધુ લોકો મતદાનના દિવસે મતદાન કરે તે માટે ચૂંટણીપંચ સતત પ્રયત્નશીલ છે.જિલ્લામા ૨૩ એપ્રિલના રોજ યોજાનાર ચૂંટણીની માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને મહત્તમ મતદારો
 
૨૩મી એપ્રિલે ગુજરાત કરશે મતદાન, સ્લોગનનો મહત્તમ પ્રચાર પ્રસાર કરાશે

અટલ સમાચાર, મહેસાણા

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯ અન્વયે ૨૩ મી અપ્રિલે મહેસાણા જિલ્લામાં લોકસભા અને ઉંઝા વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન થનાર છે.મતદાન જાગૃતિ અને મતદાર કેળવણી અંતર્ગત વધુમાં વધુ લોકો મતદાનના દિવસે મતદાન કરે તે માટે ચૂંટણીપંચ સતત પ્રયત્નશીલ છે.જિલ્લામા ૨૩ એપ્રિલના રોજ યોજાનાર ચૂંટણીની માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને મહત્તમ મતદારો મતદાન પ્રક્રિયામાં સહભાગી થાય તે હેતુથી ૨૩મી એપ્રિલે ગુજરાત કરશે મતદાન સ્લોગનનો પ્રચાર પ્રસાર થનાર છે.જેમાં સરકારી કચેરી ખાતે થતા પત્ર વ્યવહારમાં સ્લોગનનો ઉલ્લેખ કરવા, વીજળીબીલ, ગેસ સીલીન્ડર સ્લોગન, ડેરીની ઉત્પાદીત પ્રોડેક્ટો, મેડીકલ એશોસિયેશન સાથે બેઠક કરી મેડીકલ પ્રેક્ટીશનર દ્વારા લખાતા પ્રિસ્કીપ્શન સહિત વિવિધ માધ્યમોનો ઉપયોગ કરી લોકોને મતદાન માટે અપીલ કરવામાં આવનાર છે.