આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

પંચમહાલ જીલ્લાના ગામે પ્રેમીપંખીડાએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. પરિવારજનો પોતાના સંબંધોને નહિ સમજી શકવાને બીકને કારણે બંનેએ આંબાના ઝાડ નીચે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત બંનેના પરિવારજનો દોડી ગયા હતા. સમગ્ર મામલે સ્થાનિક પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે .

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પંચમહાલ જીલ્લાના શહેરાના પાટીયાપરા વિસ્તારમાં આંબાના વૃક્ષ પર ગળે ફાંસો ખાઇને પ્રેમી-પંખીડાઓએ આપઘાત કરી લીધો છે. મૃતક યુવક અને યુવતી એક જ જ્ઞાતિના હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. મૃતક યુવક વિધુર હતો અને મૃતક યુવતીના છૂટાછેડા થયેલા હતા. હાલ તો પરિવાર અને સમાજ તેમનો આ સંબંધ નહીં સ્વીકારે તેવા ડરના કારણે અંતિમ પગલુ ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ બંનેના પરિવારજનો સ્થળ પર દોડી ગયા હતા અને શહેરા પોલીસ પણ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code