ગુજરાતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતમાં, જાણો તેમના કાર્યક્રમની પુરી વિગત

અટલ સમાચાર, ડેસ્ક બુધવાર, 10 એપ્રિલ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જુનાગઢ અને સોનગઢ ખાતે સવારે 10 વાગ્યે ભાજપની ચૂંટણી બેઠકોને સંબોધશે. જુનાગઢ પછી, તેઓ તાપી જિલ્લામાં જાહેર જનતા ઉજવશે. આણંદ લોકસભા મતવિસ્તારમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી ઝુંબેશ છેલ્લા ઘડીએ રદ કરવામાં આવી હતી. બાદમાં બપોરે 2 વાગ્યે સોનગઢમાં એક બેઠક પણ સંબોધશે. આ ઉપરાંત, વડાપ્રધાન મોદી
 
ગુજરાતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતમાં, જાણો તેમના કાર્યક્રમની પુરી વિગત

અટલ સમાચાર, ડેસ્ક

બુધવાર, 10 એપ્રિલ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જુનાગઢ અને સોનગઢ ખાતે સવારે 10 વાગ્યે ભાજપની ચૂંટણી બેઠકોને સંબોધશે. જુનાગઢ પછી, તેઓ તાપી જિલ્લામાં જાહેર જનતા ઉજવશે. આણંદ લોકસભા મતવિસ્તારમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી ઝુંબેશ છેલ્લા ઘડીએ રદ કરવામાં આવી હતી. બાદમાં બપોરે 2 વાગ્યે સોનગઢમાં એક બેઠક પણ સંબોધશે. આ ઉપરાંત, વડાપ્રધાન મોદી સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારોમાં બેઠકો પણ યોજશે. મોદી આવતીકાલે ગુજરાતના મહેમાન બનતા હોવાથી, તેમને આવકારવા માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે.

તે પછી 17 એપ્રિલે તેઓ આણંદ સહિત સૌરાષ્ટ્રમાં પ્રચાર કરશે, એમ રાજ્ય ભાજપના વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું. અગાઉ આણંદ લોકસભા મતક્ષેત્રના ઉમેદવાર મિતેષ પટેલના પ્રચાર માટે વલ્લભ વિદ્યાનગરમાં 10 એપ્રિલની સવારે વલ્લભ વિદ્યાનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજવાનો કાર્યક્રમો તૈયાર થયો હતો. પરંતુ, તેમના અત્યંત વ્યસ્ત શિડયુલને કારણે હવે આ સભા 17 એપ્રિલ પર મુકરર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદી 17 એપ્રિલે મધ્ય ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ ભાજપના પ્રચાર અભિયાનને આગળ વધારે તેના કાર્યક્રમો તૈયાર થઈ રહ્યા છે.