આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રવર્તમાન કોરોના વાયરસની સ્થિતિ અંગે આજે રાજ્યના ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન સાથે જોડાયેલા અગ્રણી તબીબો તેમજ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, વલસાડ, ભાવનગર જિલ્લા મથકોથી ખાનગી ક્ષેત્રના તબીબો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરી હતી. તેમજ આ મેડિકલ સ્થિતિનો તાગ મેળવ્યો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકીમ તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં હાજર રહ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બેઠક અંગેની માહિતી આપતા સીએમઓના સચિવ અશ્વિની કુમારે આ અંગે જણાવ્યું કે, રાજ્યમાં 9,500 બેડ કોરોના વાયરસ માટે તૈયાર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં પ્રાઇવેટ ડોક્ટર ખૂબ સારા પ્રમાણમાં છે. ડોક્ટરો પાસે સાધનો પણ સારા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ખાનગી તબીબો સાથે મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી છે. તમામ ડોક્ટરોએ સહયોગ આપવાની તૈયારી બતાવી છે. જો પરિસ્થિતિ બગડી અને વધુમાં વધુ લોકોની જરૂર પડે તો ખાનગી 1000 જેટલા ફિઝિશિયન અને ૩૦૦ જેટલા એનેસ્થેસિયાની જરૂર પડી શકે છે. તબીબતીઓ મુખ્યમંત્રીને ખાતરી આપી છે કે, સરકારની સાથે કામ કરવા તૈયાર છે.

આ અંગે મુખ્યમંત્રીએ નિર્ણય લીધો છે કે જિલ્લા કક્ષાએ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને એક કમિટી રચવામાં આવશે. જેથી જિલ્લા આઇઆઇએમ-એના અગ્રણીઓ અને સેવાભાવી ડોક્ટરની સમિતિ બનાવવામાં આવશે. જિલ્લા કક્ષાએ પ્લાનિંગ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ નિર્ણય લીધો કે, રાજ્ય કક્ષાએ પણ એક સંકલન સમિતિની રચના કરવામાં આવશે. જેમાં સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ સાથે જોડાયેલા સિનિયર ઓફિસરો અને આઇઆઇએમ-એના પ્રતિષ્ઠિત ડોક્ટરોને સાથે રાખી કામગીરી કરવામાં આવશે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code