આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં કોરોના નો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે સરકારી હોસ્પિટલો ઉપરાંત ખાનગી હોસ્પિટલોની પણ કોરોના પોઝિટિવ દર્દીને સારવાર માટે આગળ આવે તેવી રજૂઆત ગુજરાત વિધાનસભાના ઉપનેતા શૈલેષ પરમારે મુખ્ય મંત્રી વિજય રૂપાણી ને પત્ર લખી કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે રાજ્યમાં કોરોનાના કપરાકાળમાં ખાનગી હૉસ્પિટલોનું મેનેજમેન્ટ દર્દીઓની સારવાર કરવાના બદલે છૂપાઈને બેઠું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

શૈલેષ પરમાર મુખ્યમંત્રીને પત્ર લખતા જણાવ્યું છે કે, રાજ્યમાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે રાજ્ય સરકાર કોરોના માટેની સ્પેશ્યલ હોસ્પિટલો તૈયાર કરી રહી છે તો કેટલીક જગ્યાએ તો રેલવેના ડબ્બામાં પણ હોસ્પિટલો તૈયાર કરવામાં આવી છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ એ અમદાવાદ શહેરમાં સામે આવ્યા છે અમદાવાદ શહેરમાં અનેક મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલો આવી છે આ મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ ઓ.પી.ડી અને કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર થઈ શકે.

અમદાવાદ શહેરની સાલ હોસ્પિટલ શેલ્બી હોસ્પિટલ ઝાયડસ હોસ્પિટલ સ્ટર્લીંગ હોસ્પિટલ એસવીપી હોસ્પીટલ કે.ડી હોસ્પિટલ સિમ્સ હોસ્પિટલ સામાન્ય દિવસોમાં રોજના હજારો દર્દીઓની સારવાર કરે છે ત્યારે કોરોના જેવા કપરા સમયે હોસ્પિટલ મેનેજમેન્ટએ સામેથી દર્દીઓની સારવાર કરવાના સ્થાને છુપાઈને બેઠા છે. હોસ્પિટલનું નિર્માણ થતું ત્યારે રાજ્ય સરકારે અનેક ફૂટ આપેલી છે જે વિસ્તારમાં માત્ર ચારથી પાંચ માળની મંજૂરી મળતી હતી તે વિસ્તારમાં હોસ્પિટલોને ૧૫થી ૧૭ માળની મંજૂરી રાજ્ય સરકારે આપી છે ત્યારે કોરોના ના કપડા કાળમાં હોસ્પિટલોના બે થી ત્રણ માળ કોરોના દર્દીઓની સારવાર માટે લેવામાં આવે તે અંગે હું વિનંતી કરું છું હોસ્પિટલોમાં જે ડોક્ટરો કાર્ય કરી રહ્યા છે જો જરૂર પડે તો સરકારી હોસ્પિટલોમાં પણ આ ડોક્ટરોની સેવા ફરજિયાત કરવામાં આવે હોસ્પિટલ મેનેજમેન્ટ આ નિર્ણયનો સ્વિકાર ન કરે તો તેની સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code