ગુજરાત: ખાનગી હોસ્પિટલોમાં 50 % બેડ પર કોરોના દર્દીઓને મફત સારવાર આપો: ગ્યાસુદ્દીન શેખ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં કોરોના સંક્રમણની વિકટ પરિસ્થિતિને પગલે ઑક્સિજનની માંગ પણ વધી ગઈ છે. જેને જોતા ઑક્સિજન સપ્લાય કરતી કંપનીઓએ પણ ઑક્સિજન સિલિન્ડરની કિંમતમાં વધારો ઝીંક્યો છે. જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. દરિયાપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ટ્વીટ કરીને સરકાર સમક્ષ માંગ કરી છે કે, ઑક્સિજનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરકારે ઑક્સિજન સિલિન્ડર મૂળ કિંમત પર પળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
અમદાવાદની દરીયાપુર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે રાજ્યની ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા બેડ પર કોરોના સંક્રમિત દર્દીઓને નિ:શૂલ્ક સારવાર પૂરી પાડવાની માંગ કરી છે. નોંધનિય છે કે, કોવિડ હૉસ્પિટલોમાં ઓક્સિજનની કમીના સમાચારો મળી રહ્યાં છે. અગાઉ જે ઑક્સિજન સિલિન્ડરની કિંમત 160 થી 170 રૂપિયા હતી, જેની કિંમત વધારીને કંપનીઓએ 285 રૂપિયા કરી દીધી છે.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ કિંમત ઉપર પણ GST પણ ચૂકવવો પડે છે. આમ એક ઑક્સિજન સિલિન્ડર 316 રૂપિયામાં પડે છે. એવામાં સરકારે પૂરતા પ્રમાણમાં ઑક્સિજન મળી રહે તો માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. કોંગ્રેસ ધારાસભ્યએ મોરવા હડફ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી અને ગાંધીનગર મનપાની ચૂંટણીને પણ હાલ પૂરતી સ્થગિત કરવાની માંગ કરી છે.