ગુજરાતઃ 1 મહિનામાં દુષ્કર્મની 24 ઘટનાઓ નોંધાતા મહિલા સુરક્ષા અંગે સવાલો ઉઠવ્યા

અટલ સમાચાર, ડેસ્ક રૂપાણી સરકાર દ્વારા એક બાજુ જ્યારે ગુજરાતમાં મહિલાઓની સલામતી ના પોકળ દાવા કરવામાં આવે છે ત્યારે બીજી બાજુ છેલ્લા એક મહિનામાં ગુજરાતમાં 24 જેટલી દુષ્કર્મની ઘટનાઓ બની હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ગુજરાત મોડેલ માટે આ સૌથી મોટી કલંકિત બાબત ગણી શકાય એટલું જ નહિ પરંતુ ગુજરાતમાં 48 કલાકમાં જ બનેલી બળાત્કારની
 
ગુજરાતઃ 1 મહિનામાં દુષ્કર્મની 24 ઘટનાઓ નોંધાતા મહિલા સુરક્ષા અંગે સવાલો ઉઠવ્યા

અટલ સમાચાર, ડેસ્ક

રૂપાણી સરકાર દ્વારા એક બાજુ જ્યારે ગુજરાતમાં મહિલાઓની સલામતી ના પોકળ દાવા કરવામાં આવે છે ત્યારે બીજી બાજુ છેલ્લા એક મહિનામાં ગુજરાતમાં 24 જેટલી દુષ્કર્મની ઘટનાઓ બની હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ગુજરાત મોડેલ માટે આ સૌથી મોટી કલંકિત બાબત ગણી શકાય એટલું જ નહિ પરંતુ ગુજરાતમાં 48 કલાકમાં જ બનેલી બળાત્કારની ત્રણ ઘટનાઓને લઇને સીઆઇડી ક્રાઇમના વુમન સેલના ADG અનિલ પ્રથમે મહિલા સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરીને અનેક પ્રશ્ન ઉઠાવ્યા છે.

ગુજરાતઃ 1 મહિનામાં દુષ્કર્મની 24 ઘટનાઓ નોંધાતા મહિલા સુરક્ષા અંગે સવાલો ઉઠવ્યા
file photo

રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મહિલા સશક્તિકરણની તમામ યોજનાઓ હોવા છતાં કેમ પોલીસ આ મુદ્દે કેમ નિષ્ફળ રહે છે?એડીજી અનિલ પ્રથમે પોતાની ફેસબુક પોસ્ટમાં સરકાર દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે ચાલતી ઢગલાબંધ યોજનાઓનો ઉલ્લેખ કર્યો છે. જેમાં 181 મહિલા હેલ્પલાઇન, મહિલા સુરક્ષા સમિતિ, ફ્રેંડ્સ ફોર વુમન એન્ડ ચાઇલ્ડ, મહિલાઓ પર થતાં અત્યાચારની તપાસ શાખા, જેન્ડર રિસોર્સ સેન્ટર, સુરક્ષા સેતુ, કોઓર્ડિનેશન વીથ NGO, ગુડ એન્ડ બેડ ટચ જેવી સરકારની યોજનાઓનો ઉલ્લેખ કરતા રાજ્યની કાયદા વ્યવસ્થાની જવાબદારી સંભાળનાર તમામ કમિશ્નર અને એસપીને સીધો પ્રશ્ન કર્યો કે મહિલા સુરક્ષા, સંરક્ષા અને સશક્તિકરણ તેમની પ્રાથમિકતાની યાદીમાં કેમ મોખરે નથી?

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

આનંદીબેન પટેલ જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે મહિલા સુરક્ષા માટેની જવાબદારીને અગ્રીમતા આપી હતી. જ્યારે તાજેતરમાં ગુજરાતમાં મુખ્યમંત્રી રૂપાણીને પત્રકાર દ્રારા મહિલા અત્યાચાર વિશે પૂછવામાં આવ્યું તો જવાબ આપવાને બદલે મુખ્યમંત્રી રૂપાણી એ ચાલતી પકડી હતી. જેનો સીધો અર્થ એવો કરી શકાય કે રૂપાણી સરકાર ગુજરાતમાં મહિલાઓને સંપૂર્ણ સુરક્ષા આપવા મુદ્દે બેજવાબદાર બની રહી છે. જેથી હવે રૂપાણી શાસનમાં મહિલા સલામતી અંગે અનેક સવાલો ઉઠયા છે.

ગુજરાતમાં મહિલાની સલમાતી સામે ગંભીર પ્રશ્નો છે. મોટા શહેરમાં સલામતી શ્વાસ લઇ રહ્યો છે તો ગામડામાં શું હશે ?એટલું જ નહીં, ઘટના બાદ પણ મહિલા આયોગ નોટિસ પાઠવીને જ કેમ સંતોષ માની લે છે ? મહિલાની સલામતી મુદ્દો આયોગ આક્રમક કેમ નથી ? મહિલા પર બળાત્કાર, હત્યા, મારામારી છતાં આયોગનું કુણુ વલણ ? શું બિહાર અને યુપીના રસ્તે જઇ રહ્યું છે ગુજરાત ? આરોપીઓને કોઇ ડર નહી અને પોલીસનો કોઇ ખોફ નહીં ?