ગુજરાત: રાજ્યસભાના સાંસદ, રાજકોટ મેયર અને વડોદરા MLAને કોરોના

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે રાજકોટના મેયર અને વડોદરાના ધારાસભ્ય પોઝિટીવ જાહેર થયા છે. રાજકોટના મેયર બીના આચાર્ય કોરોનાની ઝપટમાં આવ્યા છે. આ તરફ વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. આ સાથે રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને તેના પુત્ર અંશનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ તમામ સ્થિતિને જોતા હવે રાજ્યમાં
 
ગુજરાત: રાજ્યસભાના સાંસદ, રાજકોટ મેયર અને વડોદરા MLAને કોરોના

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે રાજકોટના મેયર અને વડોદરાના ધારાસભ્ય પોઝિટીવ જાહેર થયા છે. રાજકોટના મેયર બીના આચાર્ય કોરોનાની ઝપટમાં આવ્યા છે. આ તરફ વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. આ સાથે રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને તેના પુત્ર અંશનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ તમામ સ્થિતિને જોતા હવે રાજ્યમાં કોરોના રાજકીય પાર્ટીઓ માટે જોખમ સાથે બોધપાઠ બની રહ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં ભાજપના નેતાઓને કોરોનાનું ગ્રહણ લાગ્યુ હોય તેમ નવા નેતા પોઝિટીવ જાહેર થઇ રહ્યા છે. આ તરફ રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને તેના પુત્ર અંશનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા બંને પિતા-પુત્રને રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જે બાદ અભયભાઈ ભારદ્વાજ અને તેના પુત્રના એકદમ નજીકથી સંપર્કમાં આવેલા લોકોને ક્વોરેન્ટાઇન કરવાની કવાયત હાથ ધરાઇ છે. આ તરફ અભય ભારદ્વાજની ઓફિસના 8 કર્મચારીઓ કોરોના સંક્રમિત હોવાનું ખૂલ્યું છે. જે 8 કર્મચારીઓમાં અભય ભારદ્વાજના ડ્રાઇવર તેમજ તેમનો પર્સનલ આસિસ્ટન્ટનો પણ સમાવેશ થાય છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, તંત્ર દ્વારા અભય ભારદ્વાજના નજીકના પરિવારજનોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે ટેસ્ટમાં તેમના ધર્મપત્ની અલકાબેન ભારદ્વાજ તેમજ તેમના જમાઇનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે અભય ભારદ્વાજના ધર્મપત્ની અલકાબેન ભારદ્વાજ હાલ દાખલ થયા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા કોવિડ ગાઇડલાઇન અંતર્ગત તમામ દર્દીઓના એકદમ નજીકથી સંપર્કમાં આવેલા લોકોને શોધી ક્વોરેન્ટાઇન કરવાની કવાયત હાથ ધરી છે.