ગુજરાત@અસલીમાં નકલી: ટેન્ડર વિના 20થી25 લાખના વર્ક ઓર્ડર, એજન્સીની દાદાગીરી કેટલા હદે, વાંચી હચમચી જશો

 
Gujrat
અનેક જિલ્લામાં ઘૂસી સેટિંગ્સ પાડી ટેન્ડર કબ્જે કરી રહ્યો છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

ગુજરાત સરકારના જાંબાઝ અને પ્રામાણિક મુખ્યમંત્રી જેટલો સમય મળે તેટલો લોકોપયોગી કામે ખર્ચે છે છતાં ઘણી વખત નજર ચૂકાવી ભ્રષ્ટાચારીઓ કૌભાંડ આચરી લે છે. થોડીવાર આપણે માની લઈએ કે, બધી જગ્યાએ પારદર્શક ટેન્ડર અને સરકારી નાણાંનો ખર્ચ નિયમોનુસાર થતો હશે. આમ છતાં એક ચોંકાવનારી વિગત આવી કે, ટેન્ડર વગર, કોઈપણ સ્પર્ધા વગર સીધેસીધો વર્ક ઓર્ડર થયા છે. નાના કે સામાન્ય નહિ 20-20 લાખ અને છેક 25 લાખ સુધીના વર્ક ઓર્ડર કોઈપણ ટેન્ડર વગર આપ્યા છે. એજન્સીની દાદાગીરી કેટલા હદે હશે કે, જાંબાઝ અને પ્રામાણિક અધિકારી પણ કંઈ કરી શક્યા નહિ. આ એજન્સીઓ કે તેનો કર્તાહર્તા ઠગબાજ(સરકાર સાથે) વેપારીનું કેટલા હદે અધિકારી પાસેથી કામ પડાવી લેવાનું પ્રેસર હશે તે વિચારતાં જ ચક્કર આવી જાય તેમ છે. જાણીએ ભ્રષ્ટાચારીના એકમાત્ર ભ્રષ્ટાચાર કરવાના કાળાં કારનામાનો ચિઠ્ઠો.

ગુજરાત રાજ્યમાં અનેક જિલ્લા કચેરીઓ અને તેના સંદર્ભમાં વિકાસ કામો માટે અનેક અમલીકરણની પણ હોય ત્યારે કોઈપણ પ્રકારના ટેન્ડર વગર, ખરીદીના નિયમોની ઐસીતૈસી કરી અથવા કરાવીને સીધેસીધા 20થી 25 લાખ સુધીના વર્ક ઓર્ડર આપ્યા છે. તમે કલ્પના ના કરી શકો એટલા હદે બન્યું કે, કોઈપણ ઓફલાઈન કે ઓનલાઇન ટેન્ડર નહિ, ખરીદ પોલીસીના ધજાગરા ઉડાવ્યા અને સીધા એક નહિ અનેક વર્ક ઓર્ડર આપી દીધા છે. માત્ર રજૂઆત આવી અને સાહેબ કેવીરીતે અને કેમ કંઈ બોલ્યા નહિ અને વર્ક ઓર્ડર આપ્યા તેવા અનેક સૌથી ગંભીર સવાલ છે. કેટલા હદે એજન્સી અથવા તેના ઠગબાજ(સરકારી ગ્રાન્ટ સામે) વેપારીની દાદાગીરી હશે કે ક્લાસ વન સાહેબે પણ મૌન રહેવું પડ્યું? આ કૌભાંડ કંઈ નાનુ અથવા સામાન્ય નહિ પરંતુ અસલી કામમાં નકલી અને ફ્રોડ સમાન પ્રક્રિયા ઉભી કરી/ઉભી કરાવી કાંડને અંજામ આપ્યો હતો. વાંચો નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પોતાને જાહેરમાં ભગવાનનો ભક્ત ગણાવતો, મીઠી મીઠી વાતો કરતો, સાહેબોને ભોળવી ધાર્યું કરાવતો આ ઈસમ ઓછી માયા નથી. સરકારી ખરીદીમાં ગેરકાયદેસર અને સેટિંગ્સ ગોઠવી કામો પડાવી લેતો વિવિધ એજન્સીના આ ચાલાક વેપારીના પાપે સાહેબોને ખોટાં પગલાં ભરવા પડ્યા અને તેમનાં પરિવારજનોએ જીંદગીનું દુઃખ આવ્યું તેટવા સુધીના દાખલા છે. આટલુ જ નહિ, એકમાત્ર સરકારી ગ્રાન્ટ ઉપર બાજ નજર રાખતો અને ગુજરાત આખામાં મારા સિવાય કોઈ ટેન્ડરનો કિંગ નથી તેવા અભિમાનમાં રાચતો આ ઈસમ એકમાત્ર નાણાં માટે જીવી રહ્યો હોય તેવી પરિસ્થિતિ છે. વગર પરસેવે અને એકમાત્ર સેટિંગ્સથી સરકારી નાણાંની કમાણી કરતો આ વેપારી ઈસમ સ્થાનિક જિલ્લામાં જ નહિ પરંતુ સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાત સહિતના અનેક જિલ્લામાં ઘૂસી સેટિંગ્સ પાડી ટેન્ડર કબ્જે કરી રહ્યો છે, એટલે પ્રામાણિક તેમજ મૃદુ મુખ્યમંત્રી આ ગંભીર વિષયને તાત્કાલિક અસરથી ધ્યાને લે તો ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપરના મહા સેટિંગ્સનો ગુજરાતનો સૌથી મોટો ખેલાડી પકડાઇ જાય તો નવાઇ નહિ.


કોણ છે આ ઈસમ

આદીવાસી પટ્ટી વિસ્તારનો આ ઈસમ મૂળ કપડાં વેચી ગુજરાન ચલાવતો પરંતુ થોડાં વર્ષો પહેલાં કોઈ અધિકારીના જોરે નાના કામો લઈ સરકારી કામોનો વેપારી બન્યો. આ કામમાં ઘી કેળાં હોવાનું ભાળી ગયેલો આ ઈસમ પછી ફુલ ટાઇમ સરકારી કચેરીઓમાં આવતી ખરીદી એડવાન્સમા પારખી પોતાને વેપાર મળે તેવા ષડયંત્ર ગોઠવતો ગયો. રાજકીય જોરે થોડી સફળતા મળ્યા બાદ આ ઈસમે આખરે ભ્રષ્ટાચાર થકી એક પછી એક કામો પડાવી લેવા જોર લગાવ્યું તેમાં અનેક જગ્યાએ અધિકારીઓને પસ્તાવો થયાના પણ અહેવાલ છે.