ગુજરાતઃ રિક્ષાચાલકે સાદા ડ્રેસમાં રહેલા PIને લાફો ઝીંકી દીધો, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદમાં દિન-પ્રતિદિન રિક્ષાચાલકોની દાદાગીરી વધતી જાય છે. ક્યારેક ચોરી – લુંટફાટ તો ક્યારક સીનાજોરી હાલમાં જ આવો એક કિસ્સો અમદવાદમાં બન્યો છે. પીઆઈ અને રિક્ષાચાલક વચ્ચે ઘર્ષણ થતાં સિવિલ ડ્રેસમાં ઉભા પીઆઈને લાફો માર્યો હતો. ત્યારબાદ ચકચાર મચી ગઈ હતી. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો શહેરમાં ટ્રાફિકના નિયમોના કડક
 
ગુજરાતઃ રિક્ષાચાલકે સાદા ડ્રેસમાં રહેલા PIને લાફો ઝીંકી દીધો, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદમાં દિન-પ્રતિદિન રિક્ષાચાલકોની દાદાગીરી વધતી જાય છે. ક્યારેક ચોરી – લુંટફાટ તો ક્યારક સીનાજોરી હાલમાં જ આવો એક કિસ્સો અમદવાદમાં બન્યો છે. પીઆઈ અને રિક્ષાચાલક વચ્ચે ઘર્ષણ થતાં સિવિલ ડ્રેસમાં ઉભા પીઆઈને લાફો માર્યો હતો. ત્યારબાદ ચકચાર મચી ગઈ હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

શહેરમાં ટ્રાફિકના નિયમોના કડક અમલીકરણ બાદ વાહનચાલકો અને પોલીસ કર્મચારીઓ વચ્ચે ઘર્ષણના કિસ્સા દિવસે ને દિવસે વધી રહ્યા છે. શહેરના ભરચક વિસ્તારમાં આવેલા એક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને એક રિક્ષાચાલકે લાફો ઝીંકી દેતાં ચકચાર મચી ગઇ છે. પોલીસ ઇન્સ્પેક્ટર સિવિલ ડ્રેસમાં હતા તે સમયે આ ઘટના બની છે.

ગુજરાતઃ રિક્ષાચાલકે સાદા ડ્રેસમાં રહેલા PIને લાફો ઝીંકી દીધો, જાણો વધુ

સૂત્રોના જણાવ્યા અનુસાર ગેરકાયદે દબાણ કરીને ઊભા રહેતા રિક્ષાચાલકોને હટાવવા માટે પોલીસે લાલ આંખ કરી છે ત્યારે થોડાક દિવસ પહેલાં રસ્તા વચ્ચોવચ ઊભા રહેલા એક ‌રિક્ષાચાલકને હટવા માટે પોલીસ ઇન્સ્પેક્ટરે કહ્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર સિવિલ ડ્રેસમાં હોવાથી રિક્ષાચાલક તેમને ઓળખી શક્યો નહીં અને તેમની સાથે બબાલ કરવા લાગ્યો હતો. રિક્ષાચાલકે પોલીસ ઇન્સ્પેક્ટરને લોકો સામે એક લાફો ઝીંકી દીધો હતો. આ ઘટના પોલીસબેડામાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટનાની કોઇ પણ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ નથી.