ગુજરાતઃ ખેડૂતો માટે કામ કરશે રોબોટ, જાણો પુરી વિગત

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં રોબોટ વિશ્વના અગ્રણી બનશે. જો કે તેમાં થોડો સમય લાગશે. ગુજરાતમાં હજારો ફેક્ટરીમાં ઓટોમેટિક મશીન અને રોબોટ કામ કરે છે. તેમજ ગુજરાતના ખેતરોમાં પણ ક્યારે રોબોટ આવી જશે.આ બાબતે ખેડૂતોને પણ જાણનહી થાય. ગુજરાતમાં રોબોટ આવવાનું ખરું કારણ ઓટોમેશન નહીં પણ મજૂરોની તંગી કે ઊંચી મજૂરી છે. એક મોટું પરિવર્તન થોડા
 
ગુજરાતઃ ખેડૂતો માટે કામ કરશે રોબોટ, જાણો પુરી વિગત

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં રોબોટ વિશ્વના અગ્રણી બનશે. જો કે તેમાં થોડો સમય લાગશે. ગુજરાતમાં હજારો ફેક્ટરીમાં ઓટોમેટિક મશીન અને રોબોટ કામ કરે છે. તેમજ ગુજરાતના ખેતરોમાં પણ ક્યારે રોબોટ આવી જશે.આ બાબતે ખેડૂતોને પણ જાણનહી થાય. ગુજરાતમાં રોબોટ આવવાનું ખરું કારણ ઓટોમેશન નહીં પણ મજૂરોની તંગી કે ઊંચી મજૂરી છે. એક મોટું પરિવર્તન થોડા જ વર્ષોમાં આવી રહ્યું છે.

જો એવું થશે તો ખેડૂતો બેકાર બને એ દિવસો ખૂબ નજીક છે. ખેડૂત ખેતર માલિક રહેશે અને રોબોટ રહેશે. ક્યાય મજૂરો નહીં હોય પણ મેનેજર હશે. હવામાન ફેરફાર, લલણી, વાવણી, નિંદામણ, જંતુનાશક દવાનો છંટકાવ, પિયત, ગ્રીન હાઉસનું સંચાલન, સિંચાઈ, ગ્રેડીંગ, પક્ષીઓને ભગાવવા જેવા કામો રોબોટ કરશે. અમેરિકા જેવા દેશોમાં પ્રાયોગિક ધોરણે એની શરૂઆત થઈ ચૂકી છે.

ગુજરાતઃ ખેડૂતો માટે કામ કરશે રોબોટ, જાણો પુરી વિગત
file photo

માત્ર રોબોટ ચાલુ બંધ કરવાનું કામ જ કરતાં હશે મજૂરો. ઉત્પાદન ક્ષમતા કદાચ ખેડૂત કરતા વધુ હશે. ગુજરાતમાં 48.85 લાખથી વધુ ખેડૂત ખાતેદારો નોંધાયેલા છે, જેમાં 2018માં 8 લાખ ટ્રેક્ટર હતા. ગયા વર્ષે 41 હજાર નવા ટ્રેક્ટરનું વોચાણ થયેલ છે. હવે એવી ટેકનીક ગુજરાતમા આવી છે કે, લેબોરેટરીમાં માત્ર ગાયનું ભૃણ તૈયાર કરીને માત્ર ગાય જન્મે છે. બળદો હવે જન્મતા નથી. જે પૈકી 32.44 લાખ ખેડૂતો તો નાના અને સીમાંત છે, એટલે કે 66.41 લાખથી વધુ હિસ્સો નાના સીમાંત ખેડૂતોનો છે.

ખેડૂતોની મહામૂલી જમીનના ટુકડા થયા છે. એનો મતલબ એ થયો કે રાજ્યમાં મોટા ખેડૂતો ઓછા છે પરંતુ નાના ખેડૂતો પાસેથી જમીન છીનવાઇ રહી છે. ગુજરાત બહારથી 10 લાખ ખેત મજૂરો આવે છે. આમ લગભગ 50 લાખ ખેતરોમાં 51 લાખ જેટલા ખેત મજૂરો છે. બીજી તરફ ખેતમજૂરોની સંખ્યા 29,09,108 જેટલી છે એટલે કે નાના સીમાંત ખેડૂતોની સંખ્યા જેટલા ખેત મજુરો આવેલા છે. ગુજરાતમાં છેલ્લા 20 વર્ષમાં ખેતરો મટી જતાં ખેતમજૂરોની સંખ્યામાં ચોંકાવનારો વધારો થયો છે. જ્યારે મધ્યમ ખેડૂતોની સંખ્યામાં 70 હજાર જેટલો ઘટાડો નોંધાયો છે.

રાજ્યના 12 જિલ્લાઓ એવા છે કે જ્યાં એક લાખથી વધુ પ્રમાણમાં ખેત મજૂરો નોંધાયેલા છે.રાજ્યમાં મોટા ખેડૂતોની સંખ્યા 11.28 લાખ થવા જાય છે જ્યારે મધ્યમ ખેડૂતોની સંખ્યા 5.12 લાખ, સીમાંત ખેડૂતોની સંખ્યા 18.15 લાખ અને નાના ખેડૂતોની સંખ્યા 14.29 લાખ થવા જાય છે.