આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસને નાથવા માટે દેશમાં 21 દિવસનું લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લૉકડાઉન દરમિયાન ખાસ કરીને મજૂર વર્ગને તકલીફ પડી રહી છે. તેમની મુશ્કેલી ઓછી થાય તે માટે સરકાર ખાસ પગલાં ભરી રહી છે. જે અનુસંધાને બુધવારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં પ્રવર્તમાન પરિસ્થિતિમાં નિયમિત મળતી કોર કમિટીની બેઠકમાં રાજ્યના 65 લાખ જેટલા ગરીબ શ્રમજીવી અસંગઠિત કામદારો તેમજ બાંધકામ શ્રમિકો માટે આર્થિક સહાયનું રૂપિયા 650 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગેની જાહેરાત કરતા કહ્યું કે, ગરીબ શ્રમજીવી અસંગઠિત કામદારો, બાંધકામ શ્રમિકો એવા 65 લાખ પરિવારોને વિનામૂલ્યે અનાજનું વિતરણ શરૂ થયું છે. એક જ દિવસમાં અંદાજે 10 લાખથી વધુ લોકોને અનાજ મળી પણ ગયું છે.  વિજય રૂપાણીએ જણાવ્યું કે કંપનીઓ, ફેક્ટરીઓ અને ઘરમાં કામ કરનાર કામવાળાઓનો પણ પગાર કંપની, ફેક્ટરી કે ઘર માલિકે કરવો પડશે. જો આ કામદારોનો પગાર નહીં કરવામાં આવે તો જે તે વ્યક્તિ કે કંપની સામે ફોજદારી ગુના સહિતની જોગવાઈઓ દાખલ કરવામાં આવશે છે.

લૉકડાઉનની સ્થિતિમાં મૂંગા અને અબોલ પશુઓ પ્રત્યે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અનોખી સંવેદના દર્શાવી એક મહત્વપૂર્ણ કર્યો છે. જે પ્રમાણે રાજ્યમાં આવેલી રજિસ્ટર્ડ ગૌ શાળાઓ અને પાંજરાપોળના પશુઓને હાલની પરિસ્થિતિમાં પૂરતો ઘાસચારો મળી રહે અને આવા પાંજરાપોળ ગૌ શાળા સંચાલકો આર્થિક સંકડામણ ન અનુભવે તે માટે રાજ્યની રજિસ્ટર્ડ ગૌ શાળા પાંજરાપોળના આશરે 4 લાખ જેટલા પશુઓ માટે એપ્રિલ મહિનામાં પશુ દીઠ રોજના 25 રૂપિયા સહાય રાજ્ય સરકાર આપશે. આ સહાય આપવાને કારણે રાજ્ય સરકાર રૂપિયા 30 થી 35 કરોડનો અંદાજિત વધારાનો બોજ વહન કરશે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code