ચેકપોસ્ટ ભ્રષ્ટાચારનું કેન્દ્ર ? 22 લાખથી વધુની રકમમાં કોર્ટની ફટકાર

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાત રાજયની સરહદો ઉપર આવેલ જુદી-જુદી આર.ટી.ઓ ચેકપોસ્ટના કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ ખાનગી માણસોને રાખી ભ્રષ્ટ મોટાપાયે ભ્રષ્ટાચાર કરે છે. જેથીએ.સી.બી. ઘ્વારા ખાનગી રાહે તપાસ કરતા હકિકતમાં સત્યતા હોવાનું જણાઈ આવ્યું હતું. લાંચિયા કર્મચારી સહિતના પાસેથી રૂ. 22 લાખથી વધુ પકડવામાં આવ્યા છે. આર.ટી.ઓના કર્મચારીઓ સાથે કામ કરતી ખાનગી વ્યકિત જયેશ ગોરધનભાઇ પટેલ
 
ચેકપોસ્ટ ભ્રષ્ટાચારનું કેન્દ્ર ? 22 લાખથી વધુની રકમમાં કોર્ટની ફટકાર

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત રાજયની સરહદો ઉપર આવેલ જુદી-જુદી આર.ટી.ઓ ચેકપોસ્ટના કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ ખાનગી માણસોને રાખી ભ્રષ્ટ  મોટાપાયે ભ્રષ્ટાચાર કરે છે. જેથીએ.સી.બી. ઘ્વારા ખાનગી રાહે તપાસ કરતા હકિકતમાં સત્યતા હોવાનું જણાઈ આવ્યું હતું. લાંચિયા કર્મચારી સહિતના પાસેથી રૂ. 22 લાખથી વધુ પકડવામાં આવ્યા છે.

આર.ટી.ઓના કર્મચારીઓ સાથે કામ કરતી ખાનગી વ્યકિત જયેશ ગોરધનભાઇ પટેલ નેશનલ હાઇવે નં. ૮ પરથી પાલનપુરથી વડોદરા જનાર છે. જે આધારે યોગ્ય વોચ રાખી તેઓની ઇનોવા ગાડીને આંતરી છાપી ગામ નજીક રોકી દેવાઇ હતી. તેમાં સર્ચ કરતા રૂ.22લાખ 75 હજારની રકમ મળી આવી હતી.

આ રકમ અંગે પુછતા આર.ટી.ઓ.ની જુદી-જુદી ચેકપોસ્ટ પરથી નાણા ઉઘરાવી લાવી જયેશ ઉર્ફે ચકો મનુભાઇ રાવલને આવવાનું જણાવ્યું હતું.

આ સમગ્ર પ્રકરણમાં વાહન વ્યવહાર વિભાગની સબસીડરી કંપની જી.આઇ.પી.એલ.ના કોમ્પ્યુટર ઓપરેટર, સુપરવાઇઝર, ટેકનીશ્યન સહિતનાઓએ એકબીજાના સંકલનમાં રહી ભ્રષ્ટાચાર આચરેલ હોવાનું જણાતા અમદાવાદ શહેર એ.સી.બી. પો. સ્ટે.ગુ.ર.નં.03/2016 ભ્ર.નિ.અધિ.1988 ની કલમ 7,8,10,12,13,(1)(ડી),13,(2),તેમજ ઇ.પી.કો. કલમ120(બી) તથા 114 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીઓમાં જયેશ ગોરધનભાઇ પટેલ, રહે.વડોદરા,

વિપુલભાઇ રામજીભાઇ પટેલ,રહે. વડોદરા,

મેહુલ સુરેશભાઇ ઓઝા,રહે.પાલનપુર(અમીરગઢ આરટીઓ ચેકપોસ્ટ(ડેટા ઓપરેટર),

દિપક મહેન્દ્દકુમાર રાવલ, રહે.સામખિયાળી(સામખિયાળી આરટીઓ ચેકપોસ્ટ-સુપરવાઇઝર),

શબ્બીરહુસેશ રફીકઅહેમદ મલીક,રહે.સામખિયાળી,(સામખિયાળી આરટીઓ ચેકપોસ્ટ-ટેકનિશિયન)

હિરેન મંગુભાઇ પટેલ,રહે.ભિલાડ,(ભિલાડ આરટીઓ ચેકપોસ્ટ-ટેકનિશિયન),

સંજય જશવંતભાઇ પટેલ,રહે. સોનગઢ(સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ,સુપરવાઇઝર),

જયેશ ઉર્ફે ચકો મનુભાઇ રાવલ,રહે.વિસનગર,(અમીરગઢ આરટીઓ ચેકપોસ્ટ-ડેટા ઓપરેટર)

વિનોદકુમાર આનંદપ્રકાશ શર્મા,રહે. અમદાવાદ,(ચીફ એકઝીકયુટીવ ઓફીસર-જીઆઇપીએલ)

રામજીભાઇ વિકમભાઇ ચાવડા(પ્રોજેકટ મેનેજર-જીઆઇપીએલ) વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

તપાસના અંતે પુરતા પુરાવા જણાતા તમામ આરોપીઓ વિરૂધ્ધ ગત 30 જુલાઇ 2017ના રોજ નામદાર સેશન્સ કોર્ટ,નવરંગપુરા,અમદાવાદ ખાતે ચાર્જસીટ દાખલ કરવામાં આવી હતી.

આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ થયા બાદ પોતે આ ગુનામાં નિર્દોષ હોવાનું જણાવી સેશન્સ કોર્ટના ગુનામાંથી પડતા મુકવા ડિસ્ચાર્જ અરજી દાખલ કરી હતી. કોર્ટ સમક્ષ બંને પક્ષોની સુનાવણી બાદ જજ પી.જે.તમાકુવાલાએ આરોપીઓની સંડોવણી હોવાના મજબુત અને સબળ પુરાવા ધ્યાને લઇ ડિસ્ચાર્જ અરજી ના-મંજુર કરતો હુકત પ ફેબ્રુઆરી ર૦૧૯ના રોજ કર્યો છે. આ સાથે આરોપીઓ વિરૂધ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવા હુકમ કર્યો છે.