ગુજરાતઃ રૂપાણી સરકારે લોકડાઉનમાં ખેડૂતોને આપી મોટી છૂટ

અટલ સમાચાર, ડેસ્ક લોકડાઉન વચ્ચે રાજ્યમાં છૂટછાટ અંગે સીએમઓના સચિવ અશ્વિની કુમારે માહિતી આપતા જણાવ્યું કે, રાજ્ય સરકારે ખેડૂતોની લોકડાઉનમાં મોટી છૂટ આપી છે. ખેડૂતોને પોતાના ખેતરમાં બોર કરવા માટે કોઈ પણ જાતની અવરજવરની છૂટ આપી છે. સમગ્ર રાજ્યમાં બોરવેલવાળી ગાડીઓની અવરજવર માત્ર તેમના ડ્રાઈવિંગ લાઈસન્સના આધારે થશે. તેમાં કોઈ પણ વહીવટી તંત્ર, જિલ્લા કે
 
ગુજરાતઃ રૂપાણી સરકારે લોકડાઉનમાં ખેડૂતોને આપી મોટી છૂટ

અટલ સમાચાર, ડેસ્ક

લોકડાઉન વચ્ચે રાજ્યમાં છૂટછાટ અંગે સીએમઓના સચિવ અશ્વિની કુમારે માહિતી આપતા જણાવ્યું કે, રાજ્ય સરકારે ખેડૂતોની લોકડાઉનમાં મોટી છૂટ આપી છે. ખેડૂતોને પોતાના ખેતરમાં બોર કરવા માટે કોઈ પણ જાતની અવરજવરની છૂટ આપી છે. સમગ્ર રાજ્યમાં બોરવેલવાળી ગાડીઓની અવરજવર માત્ર તેમના ડ્રાઈવિંગ લાઈસન્સના આધારે થશે. તેમાં કોઈ પણ વહીવટી તંત્ર, જિલ્લા કે તાલુકા કક્ષાએથી પાસ કરાવવાના રહેશે નહિ. રાજ્યના ખેડૂતોને પિયતની સગવડ મળી રહે છે તે માટે ખેડૂત પોતાના ખેતરમાં બોર કરાવવા માંગતા હોય તો કરી શકશે. કોઈ પણ જાતના પ્રાવધાન વગર અવરજવરની છૂટ અપાઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વધુમાં તેમણે જણાવ્યું કે, 50 લાખ કરતાં વધુ પરિવારોના એનએફએસએ કાર્ડ ધારકોના એકાઉન્ટ ધારકોમાં ૫૦૦ કરોડની રકમ જમા કરાવી છે. રાશનકાર્ડ પર ઘઉં અને ચોખા વિતરણ તારીખ 30 સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. માર્કેટિંગ યાર્ડ 142 માર્કેટિંગ યાર્ડમાં ખરીદ વેચાણની કામગીરી શરૂ થઇ છે. 8 લાખ 87 હજાર ક્વિન્ટલની ખરીદી અને આજની ટેકાના ભાવે કરવામાં આવી છે. શાકભાજીનો 1 લાખ 44 હજાર ક્વિન્ટલ જથ્થો બજારમાં આવ્યો છે. 24161 ક્વિન્ટલ ફળફળાદીની આવક થઈ છે.